Abtak Media Google News

સ્વનિર્ભર શાળાઓએ ફેબુઆરી માસમાં પરીક્ષા લઈ લીધા બાદ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં હવે લેવાશે

રાજકોટ શહેર અને જીલ્લામાં આવતીકાલથી ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પરીક્ષાના પેપરો સંઘ દ્વારા નીકળી ગયા છે.

ધો.૯ અને ધો.૧૧ની પરીક્ષા આવતીકાલથી શ‚ થઈ રહી છે. અને લગભગ આ બધી પરીક્ષા ૧૮મી એપ્રીલ સુધી લેવામાં આવનાર છે. ત્યારબાદ સ્કુલમાં વિદ્યાર્થીઓને આગામી ધોરણનો અભ્યાસ શરૂ કરવામાં આવશે. સાથોસાથ ધો.૯ અને ધો.૧૧ના પેપરોનું મૂલ્યાંકન શિક્ષકો દ્વારા કરવામાં આવશે. અને ૩૦મી એપ્રીલ સુધીમાં પરિણામો પણ જાહેર કરી દેવામાં આવશે.

સ્વર્નિભર શાળાઓમાં ધો.૯ અને ધો.૧૧ની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં લઈ લેવામાં આવી છે. અને હાલમાં ધો.૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં ધો.૧૦ના અને ધો.૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં ધો.૧૨ના વર્ગો શરૂ થઈ ગયા છે. જયારે ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોમાં આવતીકાલથક્ષ પરીક્ષા લેવાનાર છે. શાળાઓમાં ૧લી મેથી ઉનાળુ વેકેશન પડી જશેઅને ૪જૂન સુધી વિદ્યાર્થીઓને વેકેશનની રજાની મજા માણી શકશે. શાળાઓમાં નવા શૈક્ષણીક સત્રનાં પ્રારંભ આગામી ૫મી જુનથી થશે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોમાં ધો.૯ અને ધોરણ ૧૧ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પરીક્ષાના પેપરો સંઘ દ્વારા કાઢવામાં આવી ગયા છે. અને બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ધો.૯ અને ધો.૧૧ની પરીક્ષાની તૈયારીનો ધમધમાટ જારી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.