Abtak Media Google News

વિરાટના નામનો  સમાવેશ કરવામાં આવ્યો ત્યારે એક જ સવાલ હતો કે વિરાટ એક જ દિવસમાં બંને મેચ કેવી રીતે રમશે?

હાલમાં BCCI દ્વારા જ્યારે આયરલેન્ડ વિરૂધ્ધ ૨ મેચોની ટી-૨૦ સીરિઝ માટે વિરાટ કોહલને ટીમનો કેપ્ટન બનાવ્યો ત્યારે એક સવાલ ઊભો થઇ રહ્યો છે. જેનું કારણ એ છેકે કોહલીની આ સીરિઝ સાથે જ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી શરૂ થવા જઇ રહી છે જેમાં કોહલી સરે તરફથી રમશે અને તે જ સમયે ભારતની સીરિઝ પણ આવશે. પરંતુ હવે બંને મેચોને કેવી રીતે મેનેજ કરશે તેનો ખુલાસો થઇ ગયો છે.

Advertisement

આયરલેન્ડ વિરૂધ્ધ ભારતીય ટીમ પહેલી ટી-૨૦ મેચ ૨૭ જૂનના રમશે, જ્યારે વિરાટ ૨૫ થી ૨૮ જૂન સુધી સરે માટે યોર્કશર વિરૂધ્ધ મેચ રમી રહ્યા હશે. જ્યારે વિરાટના નામનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે એક જ સવાલ હતો કે વિરાટ એક જ દિવસમાં બંને મેચ કેવી રીતે રમશે? પરંતુ હવે તેનું સમાધાન આવી ગયું છે.

ભારતે ૨૭ અને ૨૯ જૂનના આયરલેન્ડ વિરૂધ્ધ ટી-૨૦ મેચ રમવાની છે. જ્યારે કોહલી સરે કાઉન્ટીની અંતિમ મેચ યોર્કશર વિરૂધ્ધ ૨૫ થી ૨૮ જૂન વચ્ચે ચાલશે. જેના પર સરે તરફથી કહેવામાં આવ્યું કે, વિરાટ આયરલેન્ડ વિરૂધ્ધ પહેલી ટી-૨૦ મેચ નહીં રમશે અને પછી તે ટીમ સાથે જોડાશે. જે પછી તે બીજી ટી-૨૦ મેચ માટે ૨૯ જૂને આયરલેન્ડ સામે રમી શકશે. આ પ્રમાણી કોહલી કાઉન્ટી પણ રમશે અને ટીમ ઇન્ડિયા તરફથી ટી-૨૦ પણ રમશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.