Abtak Media Google News
  • 1200 પોલીસ કર્મચારીઓ, 1400 હોમગાર્ડના જવાનો સાથે એસઆરપી-સીઆરપી અને બીએસએફની ચાર ટુકડીઓ રહેશે તૈનાત

આગામી લોકશાહીના મહાપર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે હેતુસર શહેર પોલીસ દ્વારા બંદોબસ્તનો સંપૂર્ણ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

Advertisement

શહેરમાં સંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરીને ત્યાં બંદોબસ્ત માટે વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. સાથોસાથ પોલીસ કમિશ્નરની સીધી દેખરેખ હેઠળ આશરે 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ તૈનાત રહેનાર છે.

પ્રાપ્ત વિગત અનુસાર આગામી 7 તારીખે લોકસભા ચૂંટણીના મતદાન અન્વયે શહેર પોલીસ દ્વારા બંદોબસ્તનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જે મુજબ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સીધી દેખરેખ હેઠળ 4 ડીસીપી, 8 એસીપી અને 26થી વધુ પીઆઈ શહેરભરના તમામ મતદાન મથકો પર સીધી નજર રાખનાર છે.

ઉપરાંત શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તેવા હેતુસર 100થી વધુ પીએસઆઈને બંદોબસ્તમાં ગોઠવવામાં આવનાર છે.

જેમની સાથે 1200થી વધુ પોલીસ કર્મચારીઓ અને 1400 જેટલાં હોમગાર્ડના જવાનો સતત ખડેપગે રહેનાર છે. આ સિવાય એસઆરપી અને સીઆરપીએફ અને બીએસએફની કુલ 4 જેટલી ટુકડીઓના આશરે 320 જેટલાં જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાનાર છે.

શહેરીજનોને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવાશે

શહેરમાં આવેલા સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે ખાસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સાથોસાથ સીઆરપીએફ – એસઆરપી અને બીએસએફના હથિયારધારી જવાનોને મતદાન શરૂ થાય ત્યારથી મતપેટીઓ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે ત્યાં સુધી બંદોબસ્તની અમલવારી કરવામાં આવશે.

4 ડીસીપી, 8 એસીપી, 26 પીઆઈ, 100થી વધુ પીએસઆઈની મતદાન મથકો પર રહેશે નજર

શહેરમાં લોકશાહીના મહાપર્વે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. જેમાં પોલીસ કર્મચારીઓ-હોમગાર્ડના જવાનોની સાથોસાથ સીઆરપીએફ, એસઆરપી અને બીએસએફ જવાનોની ચાર ટુકડીઓ તો તૈનાત રહેશે જ સાથોસાથ શહેરના ચાર ડીસીપી, 8 એસીપી, 26 પીઆઈ અને 100થી વધુ પીએસઆઈ સતત ખડેપગે રહીને વોચ રાખનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.