Abtak Media Google News

અખિલ વિશ્ર્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વારના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ગાયત્રી પરિવાર, ગાયત્રી શકિતપીઠ, કોરોના વાયરસની નેસ્તનાબુદી માટે આજે ‘ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ’ અભિયાન અંતર્ગત શહેરના 7660 ઘરોમાં ભાવિકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો.

કોરોના વૈશ્ર્વિક મહામારીમાં સમગ્ર વિશ્ર્વના કલ્યાણ હેતુ આ વર્ષે ગાયત્રી પરિવાર દ્વારા પ્રથમ વખત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું હતું.

Img 20210526 Wa03411 આજે સવારે 8 થી 11 વાગ્યા દરમ્યાન ઘર બેઠાં ભાવિકોએ પોતાના સમય અનુકુળ 1પ મીનીટનો ગાયત્રી હવન કરી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત સાંજે 6.30 થી 7.30 વાગ્યા દરમ્યાન દરેક ભાવિકો પોતાના ઘરે દિપયજ્ઞ કરી મહામારી નાબૂદ કરવા એકતાની મિશાલ ઉભી કરશે. આજે શહેરના સર્વે ભાવિકોને ગાયત્રી યજ્ઞ માટેની કીટ ગાયત્રી શકિત પીઠ દ્વારા અન્ય સેવાકિય સંસ્થાના સહયોગથી પુરી પડાઇ હતી.

Img 20210526 Wa03391

શુક્રવારે શહેરભરમાં ગાયત્રી હવન થકી  વાતાવરણનું શુઘ્ધિકરણ: 6 રૂટમાં રથ ફરશે

કોરોના મહામારીને નિયંત્રિત કરવાના પ્રયાસના ભાગરુપ. વૈજ્ઞાનિક રીતે સ્વીકારેલ ગાયત્રી યજ્ઞ પ્રક્રિયા દ્વારા વાતાવરણ શુઘ્ધિકરણ કરવા માટે જડીબુટ્ટીઓ માંથી બનાવેલ હવન સામગ્રી, ગાયના છાણા તથા ગાયનું ધી વિગેરે સામગ્રીનો ઉપયોગ કરી તા. 28-5-21 ને શુક્રવાર ના રોજ શહેરમાં 6 (છ) રૂટ દરેક રૂટ પર 3 (ત્રણ) ટ્રેકટર, દરેક ટ્રેકટરમાં બે (બે) હવન કુંડ ચાર ગાયત્રી પરિવાર કાર્યકર્તા સાથે જે તે રૂટમાં ગાયત્રી હવનથી વાતાવરણ શુઘ્ધ કરવા સવારે 7.30 થી 11.30 દરમ્યાન પરિભ્રમણ કરશે.

Img 20210526 Wa0350

આ કાર્યક્રમમાં ખાસ પ્રદીપભાઇ ડવ મેયર, અંજલીબેન રૂપાણી મહિલા મોરચા પ્રભારી, ડો. દર્શિતાબેન શાહ ડે.મેયર, પુષ્કરભાઇ પટેલ ચેરમેન સ્ટેન્ડીંગ કમીટી, નીતીનભાઇ ભારદ્વાજ પ્રદેશ ભાજપ, વિનુભાઇ ધવા શાસક પક્ષ નેતા, સુરેન્દ્રસિંહ વાળા દંડક વગેરે હાજર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.