Abtak Media Google News

ફિફા ટુર્નામેન્ટ-૨૦૨૬ની મેજબાનીના વિશેષાધિકાર અમેરિકાને સોંપાયા: ૮૦ માંથી સૌથી વધુ ૬૦ મેચ અમેરિકામાં રમાશે

ફુટબોલ જગતના બાદશાહ બનવા દુનિયાભરની ટીમો વચ્ચે ફીફા વર્લ્ડકપ-૨૦૧૮ નદ જંગ શરુ થઇ ગયો છે.ગુરૂવારના રોજ રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે મેચનું ઉદધાટન થશે.

રશિયાના મોસ્કોમાં લુજિન્કી સ્ટેડીયમમાં થનારા આ મેચ પહેલા ભવ્ય ઓપનીંગ સેરેમનીનું આયોજન કરાયું છે. આ તો વાત થઇ હાલના ફીફા વર્લ્ડ કપ-૨૦૧૮ની ત્યારે હવે આગામી વર્ષ ૨૦૨૬ નો ફીફા વર્લ્ડ કપ કયાં યોજાશે તે પણ નકકી થઇ ગયું છે.

ફીફા વર્લ્ડકપ-૨૦૨૬ અમેરિકા, મેકિસકો અને કેનેડામાં સંયુકત રીતે યોજાવાનો છે. ફીફાના કોંગ્રેસે ત્રિરાષ્ટ્રોની મીજબાની માટે મતદાન કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. જયારે સતત પાંચમી વખત આમાંથી મોરોકકોને બાદ કરાયું છે.

ઉત્તર અમેરિકાએ મોરોકકો માટે ૬૫ થી ૧૩૪ વોટ એકઠા કર્યા માત્ર એક કોંગ્રેસ સદસ્યએ ના કહી દેતા મોરકકો વર્ષ ૨૦૨૬ ના ફીફા વર્લ્ડ કપની મીજબાનીમાંથી બાકાત રહ્યું. વર્ષ ૨૦૨૬ની આ ફીફા ટુર્નામેન્ટ વધુ ભવ્ય બનશે અને તેમાં પ્રથમ વખત વિસ્તરણ થશે કારણ કે તેમાં ૪૮ ટીમો ભાગ લેશે જયારે હાલની ફીફા વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ૩૬ ટીમોએ જ ભાગ લીધો છે.

ફીફાના કોંગે્રસ સમક્ષ પોતાનો છેલ્લો મત રજુ કરવા બંને દેશોને છેલ્લી ૧પ મીનીટનો સમય અપાયો હતો જેમાં ઉત્તર અમેરિકાએ ૧૧ બીલીયન ડોલરના પ્રોફીટની જયારે મોરીકીએ પ બીલીયનની પ્રોફીટની વાત રજુ કરી હતી. જણાવી દઇએ કે ત્રણ દેશો દ્વારા મેજબાની કરતી આ ટુર્નામેન્ટ પ્રથમ બની રહેશે.

જેમાં કુલ ૮૦ મેચો રમાશે જેમાંથી કેનેડામાં ૧૦, મેકિસકોમાં ૧૦ અને અમેરિકામાં ૬૦ મેચો રમાશે, ૨૦૨૬ ના ફીફા વર્લ્ડકપનો ફાઇનલ મેચ ન્યુજર્સીમાં મેટલાઇન સ્ટેડીયમમાં રમાશે.ઉલ્લેખનીય છે કે ૨૦૨૬ના ફીફા વર્લ્ડકપ માટે વિશેષાધિકાર અમેરિકાને સોંપાયા છે.

સૌથી વધુ ૬૦ મેચો અમેરિકામાં જ રમાનાર છે. જેને લઇ અમેરિકાના સોકર ફેડરેશનના અઘ્યક્ષ કાર્લોસ કોર્ડિયરોને કોંગ્રેસ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૬ ના ફીફા વર્લ્ડકપમાં મેજબાનીના વિશેષ અધિકારી અમને સોંપવા આભાર વ્યકત કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.