Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો કહેર , બીજી બાજુ અસહય ગરમીની સાથે હવે વાવાઝોડું આવવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે મોડી રાતે કચ્છના ભચાઉમા આંચકો જ્યારે ગઈકાલે બપોરે રાજકોટમાં પણ આંચકો અનુભવાયો હતો. જો કે આ આંચકાનો અનુભવ બહુ ઓછા લોકોએ કર્યો હતો.

સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 1:30 કલાકે રાજકોટથી 27 કિમી દૂર 2.2ની તીવ્રતાના આચકનું કેંદ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.  જ્યારે આજે મોડી રાતે 12:14 વાગ્યે કચ્છના ભચાઉથી 17 કિમી દૂર 1.6ની તીવ્રતાના આચકાનું કેંદ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું .આ આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી અને વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ આવા આંચકાથી લોકોએ ગભરાવાની જરૂર નથી.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપનો દોર યથાવત રહ્યો છે અગાઉ ભૂકંપો ભાગ્યે જ નોંધાતા હતા પરંતુ હવે ભૂકંપો છાશવારે નોંધાય રહ્યા છે. જેના પરિણામે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કચ્છ પંથક અને તાલાળા પંથકમાં ભૂકંપ અવારનવાર નોંધાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.