Abtak Media Google News

અબતક,રાજકોટ

ભચાઉ તાલુકાના નેર ગામે રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત પરિવારની છ વ્યક્તિને આવતા અટકાવી 21 શખ્સો દ્વારા થયેલા હુમલાની ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા તેમ છતાં ભચાઉ પીઆઇ સહિતના સ્ટાફે તપાસમાં ઘોર બેદરકારી દાખવતા ત્રણને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવામાં આવતા દલિત પરિવારને અટકાવી 21 શખ્સોએ હુમલો કર્યાના બનાવની તપાસમાં ઘોર બેદરકારી દાખવી

નેર ગામે ગત મહિને રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત પરિવારના વયોવૃધ્ધ જગાભાઇ હમીરભાઇ વાઘેલા અને તેના પરિવારને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને તેના જ ગામના ભાણજી સુથાર સાથે ઝઘડો થયો હતો. ગામની 21 શખ્સો દ્વારા જગાભાઇ વાઘેલાના પરિવાર પર હુમલો કરાયો હતો.આ અંગે ભચાઉ પોલીસમાં કાના નારણ કોળી, નારણ વેલા આહિર, પબા સોમા રબારી, હેમાં આભા રબારી અને કાના સાર્દુલ સોની સહિત 21 સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે ઉંડી તપાસ કરી અન્ય શખ્સોને ઝડપી લેવા પોલીસની નવ ટીમ બનાવવામાં આવી હતી.

નેર ગામની ચકચારી ઘટનાનો પ્રશ્ર્ન વિધાનસભા સુધી પહોચતા સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડયા’તા

જગાભાઇ વાઘેલાના પરિવાર પર થયેલા હુમલા અંગે વિધાનસભા સુધી રજૂઆત કરાઇ હતી. ગૃહ વિભાગ દ્વારા તટસ્થ તપાસના આદેશ કરાયા હોવા છતાં તપાસમાં બેદરકારી દાખવતા ભચાઉના પી.આઇ. જી.એલ.ચૌધરી, બીટ જમાદાર હરજીભાઇ ગઢવી અને કોન્સ્ટેબલ ભાવીનને તાકિદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.