Abtak Media Google News

હાય રે ! ભણેલાઓની મજબુરી

રાજકોટમાં ૫૩,૩૮૬ માંથી ૩૪,૫૫૯ ઉમેદવારોએ આપી પરીક્ષા: ૧૮,૭૮૭ પરીક્ષાર્થીઓ ગેરહાજર

ગાંધીજીને એક વર્ષની જેલની સજા થઈ હતી તે સજા આપનાર ન્યાયાધીશ કોણ હતા ? જુનાગઢમાં આવેલ સુદર્શન તળાવનાં ઈતિહાસમાં કયાં રાજાનું નામ સામેલ છે ? જેવા સવાલો બિનસચિવાલય કલાર્કની ભરતીનાં ઉમેદવારોનાં સામાન્ય જ્ઞાનને ચકાસવા માટે પ્રશ્ર્નો પુછાયા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાયેલી બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં કુલ ૩૯૦૧ જગ્યા માટે ૮ લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં રાજકોટ જિલ્લામાં કુલ ૫૩,૩૮૬ માંથી ૩૪,૫૫૯ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને ૧૮,૭૮૭ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ભરતીની પ્રક્રિયા ૨૦૧૮ થી શરૂ થઈ હતી ત્યારબાદ ૨૦ ઓકટોબર ૨૦૧૯માં કેટલાક વિરોધને પગલે પરીક્ષાની તારીખ બદલવી પડી હતી અને ગઈકાલે આ પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને ત્રીજા વર્ગની સેવા માટે રૂ.૧૯,૫૦૦ ફિકસ વેતનથી નોકરી મળશે.

ગૌણ સેવા આયોગ પસંદગી મંડળનાં ચેરમેન આસીત વોરાએ જણાવયું હતું કે, કુલ ૧૦,૪૫,૪૪૨ ઉમેદવારોએ ૩૯૦૧ જગ્યા માટે કુલ ૩૧૭૩ કેન્દ્રોમાં અને ૩૪,૮૬૩ બ્લોકમાં ૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ૬૦ સ્ટ્રોંગરૂમમાં પેપર સાચવવામાં આવ્યા હતા. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને વિના કોપી કેસે યોજાઈ હતી. આ વખતે કુલ ૮.૫૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ ૧,૬૧,૮૨૫ ઉમેદવારો નોંધાયા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષામાં પારદર્શીતા જળવાય તે માટે રીઝયુનલ સુપર વાઈઝરની નિમણુક કરવામાં આવી હતી.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 3

રાજકોટની જો વાત કરીએ તો બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં કુલ ૧૭૭ બિલ્ડીંગનાં ૧૭૮૦ બ્લોકમાંથી ૫૩,૩૮૬ ઉમેદવારો નોંધાયા હતા. જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલી પરીક્ષા દરમિયાન એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. ૨૦૦ માર્કસનાં ૨૦૦ એમસીકયુ પુછવામાં આવ્યા હતા જેનાં માટે છાત્રોને બે કલાકનો સમય આપ્યો હતો અને વિદ્યાર્થીઓનાં મત મુજબ બિનસચિવાલયની પરીક્ષામાં સામાન્ય વિજ્ઞાન અને કોમ્પ્યુટરનાં પ્રશ્ર્નો અઘરા પુછવામાં આવ્યા હતા અને એકંદરે પેપર સહેલું નિકળ્યું હતું.

૩ પરીક્ષા કેન્દ્રો બદલાતા સ્કુલ બસની વ્યવસ્થા કરાઈ

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં સદગુરુ મહિલા હોમ સાયન્સ કોલેજ યુનિટ-૧ અને યુનિટ-૨ તથા જે.કે.પાંધી લો કોલેજનું પરીક્ષા કેન્દ્ર બદલતા ડીડીઓ આર.એસ.ઉપાધ્યાયે છાત્રોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે ખાસ સ્કુલ બસની વ્યવસ્થા કરી હતી જેથી છાત્રોને મુશ્કેલી પડી ન હતી અને સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચીને પરીક્ષા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.