Abtak Media Google News

કોરોનાની મહામારી વચ્ચે પણ સામાજિક અંતર અને પુરી સાવધાની સાથે માત્ર થોડા વિદ્યાર્થીઓને સાથે રાખીને સામાજિક ઉતરદાયિત્વના ભાગ રુપે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે એન.એસ.એસ. અને એન.સી. સી.ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરીના આચાર્ય ડો. સી.બી. બાલસના માર્ગદર્શન અનુસાર કોલેજના એન.સી.સી. (આર્મી)ના કો ઓડીનેટર ડો. સંદીપકુમાર વી. વાળા અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર ડો. ધર્મેશ આર. પરમાર દ્વારા કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ, જેમાં કોલેજના આચાર્ય ડો. સી.બી.બાલસ, પરેશભાઇની વિશેષ ઉપસ્થિતિમાં એન.એસ. એસ. અને એન.સી.સી.ના વિધાર્થીઓ દ્વારા ૫૦ જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કરવામા આવ્યુ અને વિદ્યાર્થીઓ વૃક્ષોનુ જતન પણ પોતે કરશે તેવી પ્રેરણાપુરી પાડવામા આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.