Abtak Media Google News

કેન્દ્રીય કેબિનેટમાં જમ્મુ-કાશ્મીરમાં પણ ગરીબ માટે 10% અનામત પર મહોર લગાવી દેવાઈ છે. તેનાથી આર્થિક રીતે નબળા વર્ગને પણ નોકરી અને શિક્ષણમાં અનામત મળશે. જમ્મુ-કાશ્મીરમાં હાલ વિધાનસભા ચાલતી નથી. ત્યાં રાજ્યપાલ શાસન લાગુ છે, જેથી રાજ્ય સરકારની જવાબદારી કેન્દ્રીય કેબિનેટ પર આવી જાય છે.

જાવડેકરે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોની ભવિષ્યની યોજનાઓ વિશે પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, એજન્સી ઝડપથી મોસ્કોમાં ટેકનિકલ લાયજન યુનિટ(સંપર્ક કેન્દ્ર) તૈયાર કરશે. આ યુનિટ રશિયા અને પાડોશી દેશની સ્પેસ એજન્સીઓ અને ઉદ્યોગો સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત ઈસરોએ બોલિવિયાની સ્પેસ એજન્સી સાથે પણ અંતરિક્ષ પર્યાવરણ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.