Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજ્ય સરકારમાં પડતર માંગણીઓની વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે.છતાં તલાટીઓની સરકાર દ્વારા હજી કોઈ પણ માંગણીઓ સ્વીકારી નથી. ત્યારે અગામી ૧૩ સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.જેમાં સૌ પ્રથમ ૧૩ સપ્ટેમ્બરે તમામ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપશે ત્યાર બાદ ૨૦ સપ્ટેમ્બર તમામ તલાટી મંત્રી કાળી પટ્ટી ધારણ કરશે. ૨૭ સપ્ટેમ્બર તલાટી ફરજ પર હાજર રહી પેનડાઉન કરશે.

૨૦મીએ તમામ તલાટી મંત્રી કાળી પટ્ટી ધારણ કરશે
૨૭મીએ તલાટી ફરજ પર હાજર રહી પેનડાઉન કરશે

રાજકોટ સહિત રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ પડતર માંગ ન સંતોષાતા ફરી આંદોલનના માર્ગે ઉતરશે. સોમવારે તલાટી મંડળના પ્રમુખ સહિત આગેવાનો ડીડીઓને આવેદન આપી રજૂઆત કરશે. આ સાથે જ જિલ્લાના તમામ ૪૦૦ જેટલા તલાટી સરકારના વોટ્સએપ ગ્રૂપમાંથી એક સાથે રીમૂવ થઈ જશે. જેના કારણે સરકારી વહીવટ ટલ્લે ચડશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં હજુ થોડા સમય પહેલા જ તલાટી મંત્રીઓની હાજરીને લઈ કારોબારીમાં સવાલ ઉઠ્યા હતાં. બાદમાં તલાટી મંડળ સાથે બેઠક કરી ૩ મહિનાનો સમય અપાયો હતો.

ત્યારે હવે ફરી એક વખત તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગ ન સંતોષાતા સોમવારથી આંદોલનના માર્ગે ઉતરશે. જિલ્લા તલાટી મંત્રી મંડળના પ્રમુખ ચિરાગ ગરૈયાના જણાવ્યા મુજબ પડતર માંગના ઉકેલ માટે ૩ વર્ષ પહેલા નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.પરંતુ આજદિન સુધી એક પણ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો. જેથી રાજ્યભરના તમામ તલાટી મંડળ સોમવારે બપોરે ૧૨ વાગ્યે ઉઉઘને આવેદન આપી રજૂઆત કરશે.

શુ છે તલાટીઓની માંગણી ?

તલાટીઓની માંગ છે કે ૨૦૦૪-૦૫ ની ભરતી માં તલાટીઓ ની નોકરી સળંગ ગણવી, ૨૦૧૬ બાદ મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય પગાર ધોરણ મંજુર કરવા, વિકાસ અધિકારી સહકાર તથા વિકાસ અધિકારી આંકડા માં પ્રમોશન મળવા,  રેવન્યુ  તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા, ઇ.ટી.એ.એસ. કે અન્ય ઉપકરણ થી તલાટી મંત્રી ની ફરજ પર ની હાજરી પુરવાનો નિર્ણય રદ કરવા,  આંતર જીલ્લા ફેર બદલી, પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગોની કામગીરી તલાટીઓ ને નહીં સોંપવા, મંત્રીઓની ફરજ મોકુફી,એક ગામ એક તલાટી તથા મહેકમ મંજુર કરવા. ઉલ્લેખનીય છે.

૧૮ હજાર ગામો વચ્ચે માત્ર ૯ હજાર તલાટી મંત્રીઓ

રજૂઆતમાં મહામંડળે જણાવ્યું છે તે મુજબ સમગ્ર રાજય માં અઢાર ૧૮૦૦૦ ગામો વચ્ચે માત્ર ૯૦૦૦ જેટલા જ તલાટી મંત્રી ઓ છે જેના કારણે મોટાભાગના તલાટીઓ એકસાથે બે કે તેથી વધુ ગામો નો ચાર્જ સંભાળી રહ્યાં છે અને પ્રજા ના કામો પણ અપુરતા તલાટીઓ ના કારણે વિલંબ માં પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.