Abtak Media Google News

પ્રતિ મણ મગફળીના ભાવ રૂ.1રરપથી 1472 બોલાયા

રાજકોટ માકેટીંગ યાર્ડમાં આજે સતત બીજા દિવસે  નવી મગફળીની આવક થવા પામી છે. ગઇકાલે મગફળી ઉપરાંત નવા કપાસની પણ આવક થવા પામી હતી. આજે મગફળીની 100 ગુણીની આવક થવા પામી હતી. રાજયમાં પડેલા અનરાધાર વરસાદના કારણે આગોતરી વાવણી કરનાર ખેડુતોને વળ્યા બોલી ગયા છે. સીઝનના આરંભ પૂર્વ જ કપાસ અને મગફળીના પાકો તૈયાર થઇ ગયા છે.

ગઇકાલે રાજકોટ માકેટીંગ યાર્ડમાં નવા કપાસ અને મગફળીની આવક થવા પામી હતી. દરમિયાન આજે નવી મગફળીની 100 ગુણીની આવક થવા પામી છે. ભાવ રૂ. 1225 થી 1472 બોલાયો હતો. યાર્ડમાં હવે નવી જણસીની આવક શરુ થઇ જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.