Abtak Media Google News

14 પ્રકારની સેવાઓને  ઘર બેઠા  આંગળીના ટેરવે  ઓનલાઈન  અરજી કરાઈ

ડિજીટલ ભારતના સંકલ્પને સાકાર કરીને કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવતી  “સીટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ” નાગરીકોની કાયદાકીય સુરક્ષાને કેન્દ્રમાં રાખી આશરે 14 પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવે  છે. જેમાં ઈ-અરજી, વાહન / મોબાઈલ ચોરીની ઈ-એફ.આઈ.આર, ગુમ થયેલ વ્યકિતની જાણ, ચોરાયેલ સંપતિની જાણ, સિનિયર સિટીઝનની નોંધણી, ભાડુઆતની નોંધણી, ડ્રાઈવરની નોંધણી, ઘરઘાટી નોંધણી, એન.ઓ.સી.માટેની અરજી, પોલીસ વેરીફિકેશન સહિતની વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે.

સીટીઝન ફર્સ્ટ એપ હેઠળ રાજકોટ શહેરમાં પુર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, ઉત્તર વિભાગ તથા દક્ષિણ વિભાગને આવરી લઈ કુલ 12 પોલીસસ્ટેશન હેઠળ ગત મહિને થોરાળા પોલીસ સ્ટેશનમાં 114, ભકિતનગરમાં 120, આજીડેમમાં 112, બી.ડીવીઝનમાં 102, કુવાડવામાં 102, એરપેાર્ટમાં 103, ગાંધીગ્રામમાં 105, પ્રધ્યુમનનગરમાં 106, ગાંધીગ્રામ 2 (યુનિવર્સિટી)માં 179, એ.ડીવીઝનમાં 106, માલવીયા નગરમાં 116 અને રાજકોટ તાલુકામાં 100 એમ કુલ 1365 જેટલી ઓનલાઈન અરજીઓ આવેલી હતી.

જે અંતર્ગત કુલ 1364 અરજીઓનો નિકાલ રાજકોટ પેાલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.અત્રે નોંધનીય છે કે, આ એપ તેના નામની જેમ નાગરિકોની સગવડોને અગ્રતા આપી લોકોને  તેના વિસ્તારને  લગતાં પોલીસ સ્ટેશનનું નામ, એડ્રેસ, ફોન નંબર અને જવાબદાર પોલીસ અધિકારીઓના મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસની જાણકારી પણ આપે છે. જેથી નાગરીકને કાયદાકીય સેવા મેળવવામાં કોઈપણ તકલીફનો સામનો કરવો ન પડે. તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.