Abtak Media Google News

પૂર્વી લદાખના ડેમચોક વિસ્તારમાં ઘટના ઘટતા બને સેના વચ્ચે વાટાઘાટો શરૂ

ભારત-ચીન સરહદ પર ફરી એકવાર તનાવની સ્થિતિ જોવા મળી રહી છે. અને ફરી ચીને પોતાની અવરચંડાઈ દેખાડી છે. ચીની સૈનિકોની દાદાગીરી પૂર્વી લદાખમાં સતતજોવા મળી છે. અહીં ચીની સૈનિકોએ લદ્દાખના ડેમચોકમાં ભારતીય માલધારીઓને  રોક્યા છે.ભારત-ચીન સરહદ પર ફરી એકવાર ચીની સૈનિકોની અવરચંડાઈ  જોવા મળી રહી છે. અહીં ચીની સૈનિકોએ લદ્દાખના ડેમચોકમાં ભારતીય માલધારીઓને પોતાના માલ-ઢોરને ચરાવવા માટે  રોક્યા છે.  પ્રાપ્ત માહિતી મુજબ  ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મીએ ડેમચોકમાં સીએનએન જંક્શન ખાતે સેડલ પાસ પાસે ભારતીય માલધારીઓની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ ભારતીય સેનાના કમાન્ડર અને ચીની સૈનિકો વચ્ચે આ મુદ્દાને ઝડપી ઉકેલ લાવવા માટે અનેક બેઠકો યોજવામાં આવેલી છે. આ પૂર્વે 21 ઓગસ્ટે ચીની સેનાએ લદ્દાખના ડેમચોકમાં ભારતીય માલધારીઓને રોક્યા હતા. જે બાદ ચીનની દાદાગીરી વધી રહી છે.

મળતી માહિતી મુજબ ભારતના માલધારીઓ આ વિસ્તારમાં વારંવાર આવતા હતા. અને આ મુદ્દે 2019માં પણ નાનો પ્રશ્ન ઉભો થયો હતો. પરંતુ આ વખતે જ્યારે ભરવાડો પ્રાણીઓ સાથે ગયા ત્યારે ચીનીઓએ વાંધો ઉઠાવ્યો કે ડેમચોક તેમનો વિસ્તાર છે. આ મુદ્દો ચીની લોકો સાથે ઉઠાવવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને સેનાઓ વચ્ચે કોઈ પણ પ્રકારની લડાઈ નથી થઇ. હાલ સ્થાનિક સ્તરે કમાન્ડરો વચ્ચે સમસ્યાનો ઉકેલ લાવવા અને એલએસી પર શાંતિ જાળવવા માટે તે નિયમિત વાતચીત હતી.

ભારત અને ચીન એપ્રિલ 2020થી આ ક્ષેત્રમાં ઉભા છે. 15 જૂન 2020 ના રોજ ગલવાનની ઘટના પછી સેક્ટરના ઘણા વિસ્તારો ’નો પેટ્રોલિંગ ઝોન બની ગયા છે, જ્યારે ચીનના કેટલાક સૈનિકો સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીયો શહીદ થયા હતા. ભારતીય અને ચીની સૈનિકો બે વર્ષથી વધુ સમયથી પૂર્વી લદ્દાખમાં એલએસીની સાથે અનેક સ્થળોએ તૈનાત છે, જ્યાં રાજદ્વારી અને સૈન્ય સ્તરે વાટાઘાટોના ઘણા રાઉન્ડમાં કેટલાક મુદ્દાઓ પર અવરોધ હળવો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.