Abtak Media Google News

સેના દ્વારા ખાસ સર્ચ ઓપરેશનનોને સફળતા મળી

જમ્મુ-કાશ્મીરના સુરક્ષા દળો દ્વારા આ વર્ષમાં આતંકવાદી ગતિવિધિઓ સામે છેલ્લા સાત મહીનામાં ૧૦૨ આતંકીઓને ઠાર મરાયા હતા.

Advertisement

સિકયુરીટી ફોર્સ દ્વારા હજુ પણ આતંકી પ્રવૃતિ ફેલાવતા ટોચના આતંકીઓની યાદી બનાવવામાં આવી છે. જેમાં લશ્કર-એ-તૈયબ, જૈશ-એ-મહોમ્મદ અને હિઝબુલ સહીતના સંગઠનોનો સમાવેશ થાય છે.

લશ્કર-એ-તૈયબાના કમાન્ડર બશીર લશ્કરી કે જે દક્ષિણ કાશ્મીરમાં છ પોલીસ કર્મીના મોત માટે જવાબદાર છે તથા હિઝબુલ મુજાહીદ્દીનના આતંકી અહમદ બટ પાસેથી માહીતી મેળવી તેના આધારે સુરક્ષા દળો દ્વારા આતંકીઓને મારવા માટે ખાસ ઓપરેશન હાથ ધરી આતંકીઓના હીટલીસ્ટ તૈયાર કર્યા હતા. કે જેને અધિકારીઓની મદદથી ઓળખી કઢાયા હતા.

૨૦૧૦માં પણ જાન્યુઆરીથી જુલાઇ છ મહીનામાં ૧૫૬ આતંકીઅને ઠાક મારવામાં સેનાએ સફળતા મળી હતી.

પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે ૭૭ આતંકીઓને ૨૦૧૬માં ઠાર મરાયા હતા. ૨૦૧૪-૧૫માં પ૧, ૨૦૧૩માં ૪૩ અને ૨૦૧૨ માં ૩૭ અને ૨૦૧૧ માં ૬૧ આતંકીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા.

આ તમામ આતંકીઓને ઠાર મારવા માટે સેના દ્વારા ખાસ સર્ચ ઓપરેશનનો હાથ ધરવામાં આવ્યા હતા. સેના અને ઇન્ટેલિજટ એજન્ીના સખત પરિશ્રમ થકી જમ્મુ-કાશ્મીર અને સેન્ટ્રલ પેરા મીલીટ્રી ફોર્સ દ્વારા આ ઓપરેશનોનો યાદગાર અંજામ હાથ ધરવામાં આવ્યો હતો.

જયારે સુરક્ષા દળો દ્વારા ા આતંકીઓ માટે ખાસ યાદી બનાવી સાત ટુકડીઓમાં કાર્ય કરવામાં આવી રહ્યું હતું ત્યારે લિન્ચીંગના ડીવાયએસપી અયુબ પીડીત દ્વારા કમાન્ડરના અબુ ઇસ્માઇલની અમરનાથ હુમલામાં માસ્ટર માઇન્ડ તરીકે ઓળખ કરવામાં આવી હતી. આ વર્ષમાં સબજાર બટને ૨૮ મે ના રોજ ઠાર મરાયો૧ જુલાઇએ અઝાદ મલિકને ઠાર મારવામાં આવ્યા બાદ બશીર લશ્કરીની પોલીસ હુમલા માટે જવાબદાર તરીકે ૧૬ જુનના રોજ ઓળખ કરવામાં આવી હતી. તે ૧ર જુલાઇનના રોજ સજજાદ ગીકાર સહીત ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. આ રીતે એકપછી એક આતંકી ગતિવિધિઓને ઓળખી તેમની પ્રવૃત્તિ કાંતો રોકવામાં આવી છે. કાં તો તેમને ઠાર મરાયા છે કાં તો તેમની સંડોવણી ને ઓળખી શકવામાં સેવા દ્વારા જોરદાર કાર્ય કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.