Abtak Media Google News

ગઢપણને ડરથી નહિ પણ નીડરતા અને મન ખોલીને જીવવું જોઇએ: અલ્ફેડ

કહેવાય છે કે વધતી જતી ઉમર શરીરને કમજોર બનાવતાની સાથે અન્ય લોકો પર આશ્રિત પણ કરી દે છે. આથી જ તો ગઢપણને ઉમરનો સૌથી કઠિન અને ખરાબ તબકકો ગણવામાં આવે છે. પરંતુ ૧૦૩ વર્ષના અલ્ફેડ અલ બ્લાશકે આનાથી તદ્દન અલગ જ ઉદાહરણ પુરુ પાડયું છે. તેમનું માનવું છે કે ગઢપણને ડરની સાથે નહિ પણ નીડરતાથી જીવવું જોઇએ, જીવનનો આ આખરી તબકકો શાનદાર રીતે જીવવો જોઇએ, તેમણે તેમના આ વિચારોનું દ્રષ્ટાંત પણ આપ્યું છે અલ્ફેડે ૧૦૩ વર્ષની ઉમરના સ્કાઇડાયવીંગ કર્યુ છે. ૧૪૦૦૦ ફુટની ઉંચાઇએથી છલાંગ મારી ગીનીઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયું છે.

ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ છાપી અલ્ફેડ અલગ બ્લાશકે યુવાનો માટે પણ એક અનોખું દ્રષ્ટાંત ઉભું કર્યુ છે. તેમણે જણાવ્યું કે, જીવનનો દરેક તબકકો મન ખોલીને જીવવો જોઇએ, વર્ષ ૧૯૧૭માં જન્મેલા આ અલ્ફેડે ૧૦૩ વર્ષ અને ૧૮૧ દિવસોની ઉંમરે ઓલ્ડેસ્ટ ટૈડમ પેરાશુટ જમ્પ નો વર્લ્ડ રેકોર્ડ પોતાની નામે કર્યો છે. જો કે, આ અગાઉ ૧૦૦ વર્ષની ઉંમરે તેમણે સ્કાઇડાઇવીંગ  કરી જ હતી અને તે વખતે તેમણે શપથ લીધી કે તેઓ ફરી સ્કાઇ ડાઇવીંગ જયારે તેમના જુડવા પ્રપોત્રો ગ્રેજયુએટ થઇ જશે ત્યારે કરશે અને આ તુફાની કાર્યનો ફરી આનંદ લેશે.

સ્કાઇ ડ્રાઇવીંગ સ્પેશલેંડના મેનેજર થોમસ હ્યુજેસે આ અંગે જણાવ્યું કે, અલ્ફેડ અલ બ્લાશકે ૧૪ હજાર ફુટની ઉંચાઇ પરથી છલાંગ લગાવી પોતાનો ત્રણ વર્ષ જુનુ વચત પુરુ કર્યુ છે. અલ્ફેડની આ વખતની છલાંગનો નજારો નિહાળવા સ્થળ પર પરિવારજનો તેમજ સ્થાનિક અધિકારીઓ પણ ઉ૫સ્થિત રહ્યા હતા. જયારે તેમણે ઉડતા વિમાનમાંથી છલાંગ લગાવી તે દરમિયાન તેઓ ૧૯૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ૬ હજાર ફુટ સુધી નીચે આવ્યા. આ પૂરી સ્કાઇ ડાઇવીંગમાં તેમને પાંચ મીનીટ સુધીનો સમય લાગ્યો. આ સાહસિક કાર્ય કર્યા બાદ અલ્ફેડે જણાવ્યું  હતં કે બધુ ખુબ જ સરસ રીતે થયું મેં મારું વચન પુર્ણ કર્યુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.