Abtak Media Google News

બાંધકામ સાઈટ, ઈન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ, રહેણાંક મકાનો સહિત ૨૩૧ સ્થળે મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ: ૩૧૦૦૦નો દંડ વસુલાયો

મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શરૂ કરવામાં આવેલી સઘન ઝુંબેશ અંતર્ગત છેલ્લા એક સપ્તાહ દરમિયાન મચ્છરોની ઉત્પતિ સબબ ૧૦૪ આસામીઓને રૂા.૩૧૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રહેણાંક મકાન, દુકાન, કોમર્શીયલ કોમ્પલેક્ષ, વ્યાપાર ધંધાના સ્થળો સહિત અલગ અલગ ૨૩૧ સ્થળે ચેકિંગ હાથ ધરાયું હતું.

ચેકિંગ દરમિયાન ગણેશ ટાઈલ્સ, અતુલ્યમ કલાસીક, સુપર એન્જી., સંતોષ એન્જી., એડીશન ઈન્ડ., એવન ઈન્ડ., માર્વેલ એન્જી., કૌશા સ્ટીલ, બીલીપત્ર એપાર્ટમેન્ટ, ઠક્કર રેસ્ટોરન્ટ, મારૂતી મંડપ સર્વિસ, સોમનાથ હોટલ, સંસ્કૃતિ એપા., વરીયા ફરસાણ, રાધે હોટલ, ઓમ હોસ્પિટલ સહિત અલગ અલગ ૧૦૪ સ્થળે મચ્છરોની ઉત્પતિ મળી આવતા રૂા.૩૧૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.