Abtak Media Google News

મૃત્તકોને સરકાર તરફથી મળશે આર્થિક સહાય : 20 લોકોનો હજુ કોઇ અતોપતો નથી

મધ્યપ્રદેશના ઈન્દૌરમાં રામનવમીના દિવસે બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. છત તૂટી પડતાં 25થી વધુ લોકો કૂવામાં પડી ગયા હતા. જણાવાઈ રહ્યું છે કે, અત્યાર સુધીમાં 20 લોકોને બચાવી લેવાયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્ય ચલાવી રહ્યા છે.

આ દુર્ઘટનામાં 30થી વધુ વધારે લોકો વાવ ખાબકતાં કાટમાળ નીચે દટાયા હતા. જેમાંથી 14 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. વાવમાંથી પાણી કાઢવા માટે પંપ મંગાવવામાં આવ્યા છે. બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં કુવા ઉપરની છત તૂટી ગઈ હતી. જેના કારણે તેના પર ઉભેલા લોકો કૂવામાં પડી ગયા હતા.

રામનવમી પર મંદિરમાં હવન ચાલી રહ્યો હતો.મધ્યપ્રદેશના મુખ્યમંત્રી  શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે લોકોને બચાવાના પ્રયાસો થઈ રહ્યાં છે. જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. બહાર કાઢવામાં આવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રામનવમી પર મંદિરમાં હવન થઈ રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા પહોંચ્યા હતા. લોકો પૂજા-અર્ચના કરી આરતી કરી રહ્યા હતા.

મંદિરમાં એક જૂની વાવ હતી જેના પર 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી. પૂજા દરમિયાન, 20-25 લોકો કૂવાની છત પર ઉભા હતા, જ્યારે છત તૂટી ગઈ હતી. છત તૂટી પડવાને કારણે લગભગ 20-25 લોકો કૂવામાં પડી ગયા હતા. આ કૂવો 50 ફૂટ ઊંડો હોવાનું કહેવાય છે.લગભગ 70 સેનાના જવાન મહુથી પહોંચ્યા હતા. આ જવાનોએ ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. સેનાના આ જવાનોએ પગથિયાંની અંદર એક ઝૂલો બનાવ્યો અને તેમાં સૈનિકોને બેસાડ્યા અને કટર મશીન વડે સ્ટેપવેલમાં રેબાર કાપી નાખ્યા.અહીં હજુ પણ કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકા છે. નાને દુ:ખદ ગણાવી વડાપ્રધાન અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા દરેક ભુતકોને 7 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી છે.

મૃતકો અને ઘાયલોને સહાય જાહેર કરતા  મુખ્યમંત્રી શિવરાજસિંહ

અકસ્માત બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કલેકટર સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પછી તેમજે મૃતકોના પરિજનોને પ લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી તેમજ ઇજાગ્રસ્તોની સારવાર નો ખર્ચ સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કરી હત. કેન્દ્ર સરકાર પણ મૃત્કોના નજીકના પરિજનોને ર લાખ રૂપિયા અને ઘાયલોને પ0 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે.

ઇન્દોરમાં બીલેશ્વર મંદિરની વાવ તૂટતા 35 લોકોના જીવ ગયા

ઇન્દોરના બેલેશ્ર્વર મહાદેવ ઝુલેલાલ મંદિર દુર્ધટનામાં અત્યાર સુધીમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. ર0 થી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આખી રાત બચાવ કામગીરી ચાલી રહી હતી 1ર થી 1.30 વાગ્યાની વચ્ચે વધુ 16 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે ફરીથી બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. વહીવટી તંત્રની પણ અનેક ટીમો બચાવ કામગીરીમાં લાગી છે. વાવમાંથી કાળુ પાણી નીકળી રહ્યું છે.જેના કારણે ટીમને મુશ્કેલીઓ પડી રહી હજુ એક 63 વર્ષીય વ્યકિત ગુમ છે. બનાવમાં 35ના મોત થયા છે. તેમાથી 11 લોકો તો કચ્છના નખત્રાણા પંથકના મુળ વતની છે. આ લોકો કચ્છ પાટીદાર સમાજના હતા. અને વર્ષોથી ધંધાર્થે ઇન્દોર સ્થાયી થયા હતા. મૃળ કચ્છના 11 લોકોના પણ આ દુર્ધટનામાં જીવ ગયા છે.

વાવમાં વધુ પાણી હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. જે બાદ પંપની મદદથી પાણી બહાર કાઢવામાં આવ્યુઁ હતું. પાણી ઓછું થતા ફરી બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. એસ.ડી.આર. એફ., એન.ડી.આર.એફ. આર્મા ટીમ પોલીસ અને પ્રશાસન બચાવમાં લાગેલા છે. શરુઆતમાં લગભગ ર0 લોકોને વાવમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇન્દોર દુર્ધટનામાં કચ્છના નખત્રાણા પંથકની 10 મહિલા સહિત 11ના મોતને ભેટીયા છે.મઘ્યપ્રદેશના ઇન્દોર મંદિર દુર્ધટનામાં કચ્છના નખત્રાણાના હરિપરના લક્ષ્મીબેન દેવાણી, પુષ્પાબેન પોકાર, પ્રિયાબેન પોકાર ઉપરાંત નખત્રાણાના કસ્તુરબેન રામાણી તથા રામપરના ગોમતીબેન પોકાર, શારદાબેન પોકાર ઉપરાંત વિનોદભાઇ નાકરાણી અને જાનબાઇ નાથાણીનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.