કોરોના વોરિયર્સને થેંકયુ કહેવા રોટરી ક્લબ ગ્રેટરની વર્ચ્યુઅલ મેરેથોનમાં 11372 લોકો દોડ્યા

રોટરી કલબ રાજકોટ ગ્રેટરના ઉમદા યજ્ઞમાં ભાગ લેતા તબીબો; વર્ચ્યુઅલ મેરેથોનને અનેરો પ્રતિસાદ

તા. 25,26 અને 27 ડીસેમ્બર દરમ્યાન રોટરી મેરેથોન 2020 માં લોકોએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ કોરોના વોરીયર્સ પ્રત્યે સવેદના વ્યકત કરવાના રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના ઉમદા અભિગમ માટેના આયોજનને સફળ બનાવ્યું.

રાજકોટ શહેરના રેસકોર્ષ રીગ રોડ, યુનિવર્સિટી કેમ્પસ, કોર્પોરેશનના બગીચાઓ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહીતના વિસ્તારોમાં ગઇકાલે પણ નાના બાળકોથી લઇને દરેક વયના લોકોએ કોરોના વોરીયર્સ ને સમર્પિત મેરેથોન દોડ લગાવી શહેરના અગ્રણીઓએ પણ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના આ ઉમદા યજ્ઞમાં જાણીતા લેખક જયા વસાવડા, પૂર્વ ડે. મેરય દર્શનાબેન શાહ સહિત અનેક મહાનુભાવો ગઇકાલે સવારે રોટરી મેરેથોન નો હિસ્સો બન્યા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સેટેરીયન્સ દ્વારા અનુકુળતા મુજબ અવધ રોડ પર વિવિધ  વિભાગો જેવા કે પ કી.મી., 10 કી.મી. અને ર1 કી.મી. ને મેરેથોન પૂર્ણ કરવામાં આવી હતી.ઉપરાંત શહેરના જાણીતા ડોકટર્સ રવિવારે સવારે કણકોટમાં આવેલી ડોકટર્સ કલબ ખાતે એકઠા થયા અને ત્યાંથી આસપાસમાં મેરેથોન રન કરી.

બાલભવન ખાતે નાના બાળકો એ પ કિલોમીટર સ્કેટીન્ગ કરી કોરોના વોરીયર્સ પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરી આર.સી.સી. કલબના સભ્યો દ્વારા વેજાગામ ખાતે અને પીન્કાથોન લેડીઝ ગ્રુપ  દ્વારા સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ખાતે કોરોના વોરીયર્સ ને આભાર પ્રદર્શિત કરવા ના શુભ  આશયથી રોટરી મેરેથોન માં ભાગ લીધો હતો.

રોટરી વર્ચ્યુઅલ મેરેથોનમાં ડો. જય ધીરવાણી  (પ્રેસીડેનટ આઇએમએ) ડો. રૂકેશ ઘોડેસરા (સેક્રેટરી આઇએમએ) ડો. હીરેન કોઠારી, ડો. દર્શન્ સુરેજા (જોઇન્ટ સેક્રેટરી આઇએમએ) ડો. સમીર ઠકરાર, ડો. વીમલ સરપાડા (ઇ.સી. મેમ્બરઆઇએમએ) ડો. હીતેશ સાપોવાડીયા, ડો. અનીલા સાવલીયા, રોટરીય વીન્ની ધીરવાણી, ડો. દીના ઘોડેસરા, ધારા સરાદવા, ફાલ્ગુની ઠકકર, આરવ, આઘ્યા, યજ્ઞ, રૂચા, ડો. પીનલ ડો. નીરવ, ડો. જીજ્ઞેશ, ડો. મુકેશ, ડો. હેતલ, ડો. ધર્મીષ્ઠા સહિતના જોડાયા હતા.

કોરોના વોરિયર્સને દીલથી સલામી અપાઇ:  નિલેશ ભોજાણી

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આયોજીત વર્ચ્યુઅલ મેરેથોનમાં કોરોના વોરીયર્સને દીલથી સલામી આપવામાં આવી હતી. તેવું રોટરી કલબ ઓફ રાજકોટના કલબ સેક્રેટરી નિલેશભાઇ ભોજાણીએ જણાવ્યું હતુ0. લોકોએ રોટરી વર્ચ્યુઅલ મેરેથોનના કોન્સેપ્ટને હર્ષપૂર્વક વધાવી લીધો હતો. તમામનો ખુબ જ સહકાર મળ્યો હતો.

ફિઝીકલ અને મેન્ટલ ફિટનેસ માટે રનીંગ ખુબ જરૂરી: ડો. જય ધીરવાણી

રોટરી વર્ચ્યુઅલ મેરેથોનમાં દોડવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો પાંચેક રનીંગ કર્યુ હતું. પાંચેક  કી.મી. રનીંગ કર્યુ હતું. ફિઝીકલ અને મેન્ટલ ફીટનેસ માટે જરુરી છે.  કોરોના વોરીયર્સને થેકયું કહેવા માટે રોટરી વચ્યુઅલ મેરેથોનનું આયોજન ખુબ જ સરાહનીય છે. કોરોના કાળમાં યોજાયેલા રોટરી મર્ચ્યુઅલ મેરેથોનમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

વર્ચ્યુઅલ મેરેથોનમાં સામાન્ય મેરેથોન કરતા વધુ મજા આવી: ડો. હિતેષ સાપોવડીયા

વચ્યુઅલ મેરેથોનમાં સામાન્ય મેરેથોન કરતાં વધુ મજા આવી તેવું ‘અબતક’ને ડો. દિનેશ સાપોવડીયા  (આશીર્વાદ હોસ્પિટલા) દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે વચ્યુઅલ મેરેથોનમાં આપવા સમયે દોડી શકીએ છીએ. ટ્રાફીક  અને પાકીંગનો પ્રશ્ર્ન ઉભો થતો નથી. વ્યકિતના આરોગ્ય માટે હેલ્થ અને ફિટનેશ ખુબ જ જરુરી છે. લોકોએ દરરોજ 4 થી પ કી.મી. દોડવું જોઇએ.