Abtak Media Google News
માલિયાના મોટીબરાર નજીકથી દારૂ ભરેલી ઇકો ઝડપી લેતી મોરબી એલસીબી
હળવદના રાણેકપરના શખ્સને ૧૩૨ બોટલ દારૂ અને ઇકો કાર સાથે ઝડપી લેવાયો : ૩૩૯૬૦૦ નો મુદામાલ જપ્ત
મોરબી : મોરબી એલસીબી દ્વારા માળીયા તાલુકાના મોટી બરાર નજીક વોચ ગોઠવી બાતમીને આધારે હળવદના રાણેકપરના શખ્સને ૧૩૨ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.
જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા શહેર જિલ્લામાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા આપેલી સુચનાને પગલે ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમને મળેલી બાતમીને આધારે માળીયાના મોટિબરાર ગામના પાટિયા નજીક વોચ ગોઠવી હતી.
એલસીબીની વોચ દરમિયાન હળવદના રાણેકપર ગામનો દલસુખ કાળુભાઇ ખંભાળિયા નામનો આરોપી ઇકો કાર લઈને નીકળતા અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની ૧૩૨ બોટલ કિંમત રૂપિયા ૩૯૬૦૦ તથા ઇકો કાર કિંમત રૂપિયા ૩૦૦૦૦૦ લાખ મળી કુલ ૩,૩૯,૬૦૦ ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લઇ માળીયા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.