Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકારનું પ્રથમ બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે જેમાં નાણામંત્રીએ ચૂંટણીલક્ષી પટારો ખોલ્યો છે જેમાં સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટની પીડિયું હોસ્પિટલને અધતન માટે રૃપિયા 14 કરોડની ફાળવણી કરતાં રાજકોટવાસીઓને વધુ સારી સગવડતા મળી રહેશે આ 14 કરોડ રૂપિયા હોસ્પિટલમાં 500 બેટરી મેટરનિટી અને ચાઈલ્ડ હોસ્પિટલ બાંધકામ માટે ફાળવવામાં આવ્યા છે.રાજકોટમાં હાલ પિડિયું સિવિલ અને પદ્મકુંવરબા હોસ્પિટલ કાર્યરત છે.

પરંતુ વસ્તી વધારો થવાને કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી હવે સરકાર દ્વારા આજના બજેટમાં પીડિયું સિવિલ હોસ્પિટલમાં અધતન સુવિધા વારી 500 બેડની મેટરનિટી અને ચાઈલ્ડ હોસ્પિટલના બાંધકામ માટે આજે નાણા પ્રધાન દ્વારા 14 કરોડની ફાળવણી કરવામાં આવી છે પૈસાની ફાળવણી બાદ સિવિલ હોસ્પિટલમાં અને માટે સગર્ભા અને બાળકો માટે ઉત્તમ સેવા પ્રદાન થઇ શકશે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હાલ કુલ વસ્તી 20 લાખને પાર પહોચી ગઈ છે. જેથી વધતી સામે લોકોને યોગ્ય પ્રમાણમાં આરોગ્ય સેવા પૂરી મલી રહે તેને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે સરકાર દ્વારા હવે નવું બાંધકામ કરવામાં આવશે જેથી હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ થશે. હાલ સિવિલ હોસ્પિટલની બાજુમાં પણ નવા બનતા પુલની કામગીરી શરૂ છે.અને સિવિલ હોસ્પિટલ ની નવી બિલ્ડિંગ માં પણ કોરોનાની વિદાય બાદ તેમાં સુપર સ્પેશિયાલિસ્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે જેથી રાજકોટવાસીઓને અધતન સુવિધા પૂરી થઈ રહી છે જેથી બજેટમાં નવી બિલ્ડિંગ બનાવવા માટે પૈસાની ફાળવણી કરતાં વધુ સગવડતા રાજકોટવાસીઓને મળી રહેશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.