Abtak Media Google News

શહેરની તરૂણી ઉપર દુષ્કર્મ ગુજારવા અંગેના પાંચ વર્ષ અગાઉના  કેસ ચાલી જતાં અદાલતે એ આરોપીને 1ર વર્ષની કેદની અને એક લાખ રૂપીયાના દંડ ફરમાવતી પ્રોકસો કોર્ટ હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ નવી ઘાંચીવાડ રાજકોટ મુકામે રહેતા હતા તેઓની 14 વર્ષ અને 6 માસવાળી ભોગ બનનાર સગીર વયની પુત્રીને સને 2016ની સાલમાં લગ્ન કરવાની લાલચ આપી આ કામનો આરોપી શાહબુદીન અબ્ધી રહે. મુળ ઉત્તર પ્રદેશવાળો અલગ અલગ શહેરોમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની ઉપર વારંવાર દુષ્કૃત્ય કરવા અંગેની ફરીયાદ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરેલી ત્યાર બાદ સદર કેસ પોકસો સ્પેશ્યલ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ આબીદ સોસને સરકાર પક્ષે આશરે 17 જેટલા દસ્તાવેજી પ્રાવા રજ રાખેલા તેમજ આશરે 12 જેટલા સાહેદોને તપાસવામાં આવેલા કેસના મહત્વના સાહેદ એવા ભોગ બનનારે બનાવને સમર્થન આપેલ તેમજ ભોગ બનનાર સાથે દુષ્કૃત્ય થયા અંગેના દસ્તાવેજી પુરાવાથી સમર્થન મળેલુ તેમજ મેડીકલ તપાસણી તથા એફ.એસ.એલ. રીપોર્ટથી ભોગ બનનાર સાથે દુષ્કૃત્ય થયા અંગેના પુરાવાને સમર્થન મળેલા તેમજ ભોગ બનનાર સગીર વયના હોય તેના જન્મ તારીખના પ્રાવાઓ સદર કેસમાં રજુ રાખવામાં આવેલા તેમજ સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ રજુ રાખેલા તથા સરકારી વકીલ આબીદ સોસનને પોતાની વિસ્તૃત દલીલમાં એવ જણાવેલ કે આરોપી પરણીત હોય તેમજ ભોગ બનનાર સગીર વયના હોય, સમાજ વિરોધી કૃત્ય હોવ અને આવા કેસને હળવાશથી લઈ શકાય નહીં તેવી વિસ્તૃત દલીલોને ધ્યાનમાં રાખી મઢે. ત્રીજા એડીશ્નલ સેશન્સ જજુ અને સ્પે. પોકસો જજ શ્રી ડી.એ, વોરા સાહેબે આ કામના આરોપી શાહબુદીન અલ્વીને તકસીરવાન ઠરાવી આઈ.પી.સી. કલમ-363, 366 ના ગુન્હામાં એક એક વર્ષની સજા તથા પંદર પંદર હજાર રૂપીયાનો દંડ કરેલો તેમજ આરોપી વિરુધ્ધ આઈ.પી.સી. કલમ-376(2)(આઇ) તથા પોકસો કલમ  4 અને 6 માં તકસીરવાન ઠરાવી આ કામના આરોપીને 12 વર્ષની સખત કેદની સજા તથા એક લાખ રૂપીયાનો દંડ કરવામાં આવેલો.આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ આબીદ સોસન રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.