Abtak Media Google News

૧૪ વર્ષના વિદ્યાર્થીએ ચમત્કાર કરી બતાવ્યો છે તેણે આજ સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નવી મુંબઇમાં યોજાયેલી લોકલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તનિષ્ક ગવાતેએ. અનબિટન સ્કોર બનાવ્યો છે તેણે આ મેચમાં ૧૦૪૫ રન બનાવ્યા છે. તે સોમવાર અને મંગળવાર એમ બે દિવસની ટૂર્નામેન્ટ રમ્યો હતો. તેના કોચ મનીષે જણાવ્યું હતું કે ગવાતેએ. જે ગ્રાઉન્ડમાં મેચ જીતી તે ખૂબ વિશાળ હતું તેણે પુરા મેચ દરમ્યાન ૧૪૯ બાઉન્ડ્રી બોલ્સ અને ૬૭ સિક્સ મારી હતી. તેણે યશવંતરાય કોલેજની ચવન ટીમની આંખા પહોડી કીર દીધી હતી. હાલ ક્રિકેટમાં ધોની બાદ વિરાટનો ડંકો વાગી રહ્યો છે ત્યારે અપકમિંગ યંગેસ્ટ સેન્સેશન તરીકે ગવાતે પણ ઇન્ડિયન ક્રિકેટમાં એન્ટ્રી કરી શકે છે. બે દિવસની મેચમાં જાણે ગવાતેની અંદર જાદુ આવી ગયું હોય તેમ તેણે ૧૦૪૫ રન બનાવી નાખ્યા. આ સ્કોરને તોડવો અશક્ય બની ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.