Abtak Media Google News

બંને જિલ્લાના ૨૨૬ કિ.મી. વાયરને નુકસાન

૨૧૫ ક્ષતિ પામેલા ટ્રાન્સફોર્મરમાંથી ૧૯૮ પુન: કાર્યરત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની સિઝનમાં વીજતંત્રને કુલ ૧ર કરોડ રપ લાખનું નુક્સાન થયું છે. પીજીવીસીએલના ૬ર૩૬ વીજપોલ ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. ઉપરાંત ર૧પ ટ્રાન્સફોર્મરને નુક્સાની થઈ હતી, જે પૈકી ૧૯૮ ટ્રાન્સફોર્મર કાર્યરત કરી દેવાયા છે. હજુ ૧૭ ટ્રાન્સફોર્મરનું સમારકામ ચાલી રહ્યું છે.

Advertisement

જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ સિઝનમાં વધુ પડતો વરસાદ થયો છે અને ભારે વરસાદના પગલે વીજતંત્રને સારૃ એવું નુક્સાન થયું છે. ચાલુ વરસાદી સિઝનના દોઢ મહિનાના સમયગાળા દરમિયાન વીજતંત્ર કુલ ૧ર કરોડ રપ લાખ સત્તર હજારનું નુકસાન થયાનું અંદાજવામાં આવ્યું છે. બન્ને જિલ્લાઓમાં કુલ ર૧પ ટ્રાન્સફોર્મરને નુક્સાની થઈ હતી, જો કે તે પૈકીના ૧૯૮ ટ્રાન્સફોર્મર શરૃ કરી દેવામાં આવ્યા છે, જ્યારે હજુ ૧૭ ટ્રાન્સફોર્મરને બદલવાની કામગીરી ચાલી રહી છે.

આ ઉપરાંત હાલારના બન્ને જિલ્લાઓમાં ૬,ર૩૬ વીજપોલને નુક્સાન થયું હતું અથવા તો ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. જે પૈકી પ,૯૩૬ વીજપોલ ફરીથી ઊભા કરી દેવામાં આવ્યા છે અને વીજપુરવઠો શરૃ કરી દેવાયો છે. જે પૈકીના ૩૦૦ વીજપોલની મરામતની કામગીરી ચાલુ છે. બન્ને જિલ્લાઓમાં કુલ રર૬.૬૪ કિલોમીટર જેટલા ત્રણ પેરના હાઈટેન્શન તેમજ લો ટેન્શનના વીજ વાયરોને નુક્સાની પહોંચી છે. જે પૈકી મોટાભાગના વીજવાયરોને ફરીથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. અથવા તો જ્યાં જરૃર પડે ત્યાં બદલાવ્યા છે. જે પૈકી ૧૦.૦૬ કિલોમીટર વીજવાયરના સમારકામની કામગીરી બાકી છે અને હાલ વીજતંત્રની જુદી જુદી ટૂકડીઓ દ્વારા સમારકામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.