Abtak Media Google News
  • આંતરરાજ્ય ગેંગનો ખૂંખાર શિવા મહાલિંગમ તેના સાગરીત સાથે  બે ઝડપાયા 
  • ક્રાઈમ બ્રાંચે તેમને 2 પિસ્તોલ  તથા 10 કાર્ટિઝ સાથે ઝડપી પાડ્યા

સુરત ન્યૂઝ : આંતરરાજ્ય ગેંગના સુરેન્દ્રનગર ખાતે ૧૦૭ કિલો ચાંદીની ધાડના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો છે. કુખ્યાત શિવા મહાલિંગમ અને તેનો સાગરીત, અમદાવાદ કાફેના માલિકની હત્યા કરે તે પહેલા સુરત ક્રાઈમ બ્રાંચે તેમને 2પિસ્તોલ  તથા 10 કાર્ટિઝ સાથે ઝડપી પાડ્યા છે. માનદરવાજાથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ ઉપર નેશનલ ગેરેજની સામે એક વ્યક્તિ પિસ્ટલ લઈને ઊભો હોવાની બાતમી મળી હતી. જેના આધારે આરોપી શોએબ ઉર્ફે શાહરૂખ અસ્લમભાઇ શેખને પકડી પાડ્યો હતો. આ હથિયારો મંગાવનાર અને પુરા પાડનાર આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુર્ગયન પિલ્લઈ તથા ફીરોઝ ઉર્ફે લંગડો સિરાજુદ્દીન શેખને પણ પકડી પાડયા છે.

Advertisement

હથિયારો લાવ્યાની કબૂલાત

શિવા મહાલિંગમની પૂછપરછ કરતાં તેમની અમદાવાદ ખાતે સીજી રોડ પર રતલામ કાફેના માલિક મુદ્દસર ખાન તેમજ બાબુ મુજાહિદ તથા મુશ્કીન સાથે ધંધાકીય હરીફાઈને લઈને મનદુ:ખ ચાલે છે. જેથી તેમની હત્યા કરવાના ઇરાદે શાહરૂખ પાસેથી હથિયારો મેળવ્યા હતા. અમદાવાદ પોલીસ તેમને શોધતી હોવાથી તેમણે સુરતમાં આવીને ધામો નાંખ્યો હતો. સુરતમાં આવીને હથિયાર મેળવ્યા હતા અને કાફેના ત્રણેય માલિકો પૈકી જે મળી આવે તેને મારવા માટે હથિયારો લાવ્યાની કબૂલાત કરી હતી. હત્યાના ગુનાને અંજામ આપે તે પહેલા હથિયાર સાથે ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યા હતા. મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ અમદાવાદમાં છ માસ પહેલાં હથિયાર સાથે પકડાયો હતો અને ફીરોજ સાથેના ગુનામાં વોન્ટેડ છે. શોએબ ઉર્ફે શાહરૂખ અસ્લમભાઇ શેખ અમદાવાદ ડી.સી.બી. ખાતેના હથિયારના ગુનામાં વોન્ટેડ છે.

બંને આરોપીઓ સામે 29થી વધારે ગુના

પકડાયેલો આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબની સામે અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 17 ગુના દાખલ છે. જ્યારે વડોદરામાં બે અને ગાંધીગ્રામમાં એક ગુનો દાખલ છે. આ સિવાય ફીરોઝ લંગડા સામે અમદાવાદમાં 6 ગુના દાખલ છે. આ સિવાય મુંબઈ વસઈ પોલીસ સ્ટેશનમાં એક અને સુરતના ઉધના પોલીસમાં એક ગુનો દાખલ છે.

ભાવેશ ઉપાધ્યાય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.