Abtak Media Google News

ઓખાબંદર અને પોરબંદરમાં આઈ.એન.એસ નૌસેના દ્વારા ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શાનદાર વિજયની યાદગીરીરૂપે ડિસેમ્બરમાં નૌસેના દ્વારા નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે.જે અનુસંધાને પોરબંદરની જેટી પર નેવીના બે જહાજો બ્રહ્મપુત્ર તથા ૨૦૧૫માં નૌસેનામાં સામેલ કરવામાંઆવેલ અને જેના પરથી બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવેલ તે કોચી જહાજનું નિદર્શન રાખવામાં આવેલ. આજરોજ ઓખા કોસ્ટલ એરીયા સી સ્કાઉડ ગાઈડના કેમ્પના ૧૫૦ બાળકોએ આ બન્ને જહાજની હાળ્યા હતા.

મધદરીયે કોઈપણ વાતાવરણમાં નેવીના જહાજો અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ દેશનું રક્ષણ માટે સજજ રહે છે. શાળાના બાળકો નૌસેનામાં ભરતી થઈ દેશની રક્ષા કરવા પ્રેરાઈ તેવો જહાજના કેપ્ટને અનુરોધ કર્યો હતો. અહીં સ્કાઉડ ગાઈડો જહાજની મુલાકાત સાથે નેવીના કેપ્ટન, નેવી અને જહાજની કામગીરી વિશે વિશેષ માહિતી મેળવી હતી. આ યુદ્ધ જહાજો નિહાળી સ્કાઉડ ગાઈડો રોમાચિત થયા હતા. બ્રહ્મપુત્ર જહાજની ખુબીઓમાં ૧૪ એપ્રિલ ૨૦૦૦ના ભારતીય નૌસેનામાં સામિલ, ૩૬૦૦ ટનનું આ જહાજ ૧૨૫ મીટર લાંબુ અને ૩૦ મીટર પહોળુ, ૫૬ કિ.મી. કલાકની ઝડપ, બ્રહ્મપુત્રની મિસાઈલ મિનિટમાં પાંચ હજાર રાઉન્ડ ફાયર કરે છે. બારાક મિસાઈલ ૧૩૦ કિ.મી.ની રેન્જ ધરાવે છે. શીકારી રડાર, નાવ રડાર, ઈ ડબલ્યુ સિસ્ટમો સામેલ છે. આઈ.એન.એસ.કોચીની વિશેષતાઓમાં ભારતીય નૌસેનામાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫માં સામેલ, ૨૬૩ મીટર લાંબુ ૭૫૦૦ ટન વજન, સ્ટેલ્થ ગાડેડ મિસાઈલ ડોસ્ટ્રચર, પોતાની મારક ક્ષમતા વધારવા માટે જહાજમાં સી.કીંગ અને ધ્રુવ હેલીકોપ્ટર પણ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.