Abtak Media Google News

ઓખા બેટ પ્રવાસીઓની જળયાત્રામાં જોડાતા સી ગુલ પક્ષીઓ….

ઓખા બેટ વચ્ચેનો પાંચ કિલોમીટરનો સાગરની જળયાત્રા પ્રવાસીઓ અને યાત્રીકો માટે યાદગાર બની જતી હોય છે. તેમાં એ શિયાળાની શરૂઆતે અહીં આવતા વિદેશી “શી ગુલપક્ષીઓ આ પ્રવાસીની યાત્રાને યાદગાર બનાવે છે. વહેલી સવારથી જ પ્રવાસીઓ અને યાત્રીકોની બોટ સાથે આ પક્ષી ઉડતા રહે છે. અને પેન્સીજરો પણ આ પક્ષીને સેવ મમરા, ખારીશીંગ, બીસ્કીટ, જેવી ખાવાની વસ્તુઓ આપતા રહે છે. અને પક્ષીઓ પણ પોતાનો ખોરાકની વસ્તુઓ હવામાં કેચ કરી લે છે. ત્યારે આ નજારો ઓર ખૂબ સુરત બની રહે છે. અને આ પક્ષીઓ પ્રવાસી યાત્રીકોને બેટ જેટી સુધી તેમની સાથે રહે છે. અને ત્યાં જઇ આ ખૂબ સુરત પક્ષીઓ દરીયાના પાણીમાં બેસીને રમત રમતાં યાત્રીકોની રાહ જોતા ઓર ખૂબ સુરત લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.