Abtak Media Google News
  • સિગ્નેચર બ્રિજનું આગામી 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

  • 900 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

ઓખા ન્યૂઝ

દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું આગામી 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રિજની કામગીરીને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

 શિલાન્યાસ 

સિગ્નેચર બ્રિજની દેશના સૌથી મોટા પુલ તરીકે ગણના થાય છે. કુલ 900 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. બેટ-દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો. પરંતુ હવેથી અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલી બેટ-દ્વારકા જઈ શકાશે. બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે. આ સાથે સમયનો પણ બચાવ થશે. મહત્વનું છેકે 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017ના દિવસે કરવામાં આવ્યુ હતુ.10368296 Sivrajpur A

 બ્રિજની ખાસિયત

2320 મીટર લાંબો ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ એ કેબલ-સ્ટેડ બ્રિજ છે જે બેટ દ્વારકા અને ઓખાને કચ્છના અખાતમાં જોડે છે. PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે. એટલું જ નહીં દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પુલ પર પ્રવાસીઓ માટે 12 જગ્યાએ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. અહીંથી તેઓ કચ્છના અખાતમાં વાદળી સમુદ્ર નિહાળી શકશે. સૌથી મોટી વાત એ છે કે પ્રવાસીઓ અરબી સમુદ્ર ઉપરથી વાહનો દ્વારા બેટ દ્વારકા જઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

હરેશ ગોકાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.