Abtak Media Google News

મધરાતે એટીએસ, દ્વારકા એસઓજી અને કોસ્ટગાર્ડે ઓપરેશન પાર પાડ્યું ‘નુહ’ બોટમાંથી 30 કિલો હેરોઇનના જથ્થા સાથે આઠ પાકિસ્તાનીઓની ધરપકડ 

ગુજરાતના વિશાળ દરિયા કિનારા પૈકી કચ્છના જખૌની દરિયાઈ સીમમાં પાકિસ્તાની દ્રગ્સ માફિયા દ્વારા હેરોઇનનો જથ્થો ઘુસાડવાના નાપાક ઈરાદા પર ભારતીય એજન્સીએ એટીએસની અને દ્વારકા એસોજીની મદદથી પાણી ફેરવી ’નુહ’ નામની પાકિસ્તાની બોટમાંથી રૂ.150 કરોડનો 30 કિલો હેરોઇનનો જંગી જથ્થા સાથે આઠ પાકિસ્તાનીને ઝડપી લઇ જોઈન્ટ ઇન્ટરોગેશન દ્વારા સધન તપાસ ચલાવવામાં આવી છે. વધુ વિગત મુજબ કચ્છનો દરિયા કિનારો દાણચોરી અને ડ્રગ્સ માફિયા માટેનો સ્વર્ગ સમાન હોય તેમ અવારનવાર જખૌ અને આસપાસની સિરક્રિક માંથી બિનવારસી અને વિદેશી ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. કચ્છ જખૌના જળસીમામાંથી મોટા પાયે શંકાસ્પદ હિલચાલ હોવાના મળેલા ઇનપુટના આધારે એટીએસ, દ્વારકા એસઓજી અને કોસ્ટગાર્ડ દ્વારા સધન પેટ્રોલિંગ હાથધરવામાં આવ્યું છે. જખૌ જળસીમા અને આસપાસની સિરક્રિકમાં અવારનવાર બિનવારસી મળી આવતા નશીલા પદાર્થ અને ડ્રગ્સ માફિયા માટે મોકળું મેદાન હોવાથી પાકિસ્તાની નુહ નામની બોટ મારફતે જખૌ જળસીમામાંથી હેરોઇન ઉતારી અને ઉતરના રાજ્યોમાં કેરિયરની મદદથી ડિલિવરી કરવાની નાપાક હરકતો થઈ રહ્યાની સચોટ માહિતીના આધારે ભારતીય એજન્સી કોસ્ટગાર્ડ, દ્વારકા એસઓજી અને ગુજરાત એટીએસ દ્વારા જખૌ જળસીમામાં પ્રવેશી રહેલી બોટને કોસ્ટગાર્ડ અને એટીએસના સ્ટાફે પાકિસ્તાની નુહ નામની બોટને ઘેરી લઇ ચેતવણી આપવા છતાં ભારતીય જળસીમામાં ઘૂસતા ભારતીય એજન્સીઓ સતર્ક બની નુહ નામની બોટને અટકાવી હતી.

કોસ્ટગાર્ડના જવાનો અને એટીએસના સ્ટાફ દ્વારા બોટની તલાશી લેતા જેમાં હેરોઇનનો જંગી જથ્થો મળી આવ્યો હતો અને આઠ પાકિસ્તાની શખ્સોની અટકાયત કરી હતી. આ બોટને પાકિસ્તાની શખ્સો સાથે ભુજ ખાતે લાવવામાં આવી હતી. જેમાંથી રૂ. 150 કરોડનું 30 કિલો હેરોઇન કબ્જે કરવામાં આવ્યું હતું.  પ્રાથમિક તપાસમાં સ્થાનિકોની મદદથી હેરોઇનનો જંગી જથ્થો ઘુસાડવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. તેમજ ઇનપુટ અને મોબાઈલના ટ્રેસિંગના આધારે સ્થાનિકોની સંડોવણી હોવાનું સામે આવતા દ્વારકા એસઓજીએ કેરિયરને ઉઠાવી લીધો હતો અને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. રાજ્યની અને કેન્દ્રીય એજન્સી દ્વારા હેરોઇનના મૂળ સુધી પહોંચવા આ પાકિસ્તાની શખ્સો કોની મદદથી આ હેરોઇન ઘુસાડયું અને કોને પહોંચાડવાનું હતું તે મુદ્દે જોઈન્ટ ઇન્ટ્રોગશન કરવામાં આવી રહ્યું છે. મોટા પ્રમાણમાં પાકિસ્તાનીઓના નાપાક ઈરાદાઓને ભારતીય એજન્સી, દ્વારકા એસઓજી અને કોસ્ટગાર્ડ દ્વારા હેરોઈનની જંગી જથ્થો ઝડપી ને પાણી ફેરવ્યું છે.

કરોડોનો હેરોઇનના  જથ્થા, પાકિસ્તાની બોટ  આઠ ઇસમોને મધદરીયેથી પકડી પાડવામાં આવ્યાં છે.  ગુજરાત એ.ટી.એસ . જઘૠ દ્વારકા  તથા કોસ્ટગાર્ડ.એ.ટી.એસ.ના  અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયા  નાઓને બાતમી મળી હતી કે, પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો  જખૌથી આશરે 40 નોટીકલ માઇલ પાકિસ્તાનની બોટ નુહ માં આવવાનો છે.  જે બાદ આ જથ્થો પંજાબ જવાનો છે. જે બાતમીના આધારે એ.ટી.એસ.ની ટીમ તથા દ્રારકા એસ.ઓ.જી. જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડના ઉચ્ચઅધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં બેસી રવાના થઇ ઉપરોકત બાતમીવાળી જગ્યાએ પેટ્રોલિંગ કરતા આ સફળતા મળી છે. ગુરૂવારે  મોડીરાત્રે બાતમીવાળી જગ્યાએ એટલે કે, જખૌથી 40 નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ નુહ જોવામાં આવી હતી.

જેથી આ બોટને આંતરી આ બોટમાં રહેલા આઠ પકિસ્તાની ઇસમો તથા તેમના કબ્જામાં રહેલા 30-કિ.ગ્રા. જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે 150-કરોડનો તથા આ પાકિસ્તાની નુહ બોટ પકડી લઇ જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

મળતી માહિતી પ્રમાણે,  ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસ છેલ્લા ઘણા સમયથી ડ્રગ માફિયા સામે કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત ફરીવાર પાકિસ્તાનની એક વધુ નાપાક ચાલનો પર્દાફાશ થયો છે. હાલતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ડ્રગ પંજાબમાં જઈ રહ્યું હતું અને હવે એટીએસ અને એસઓજી એ તપાસ કરી રહી છે કે, પંજાબમાં કોની પાસે આ ડ્રગ જવાનું હતું. પંજાબથી અન્ય રાજયમાં આ ડ્રગનું સપ્લાય થવાનું હતું કે કેમ. હાલ તો, તમામ લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કર્યાવહી હાથ ધરવામાં આવશે અને પાકિસ્તાનથી કોના ઈશારે આ મોકલવામાં આવ્યું હતું તેની તપાસ કરવા માં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.