Abtak Media Google News

કન્ટેન્ટમેન્ટ, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવેલા ઘર મકાનોમાં રહેતા લોકોને બહાર નીકળવાના પ્રતિબંધનો ભંગ કરવા બદલ હુડકો આરોગ્ય કેન્દ્ર વિસ્તારના ચાર લોકો સામે પોલીસ ફરિયાદ થઇ છે.

આ જાહેરનામાનો ભંગ કરતા વોર્ડ નં. 17માં હુડકો આરોગ્ય કેન્દ્ર વિસ્તારના ચાર લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ચાર લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે તેમાં અર્પિત માયાણી, બાબુભાઈ ડોબરિયા, સ્મિત ડોબરિયા અને ભાવિન વેકરીયા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ કરેલ છે અને લોકોને પોતાના ઘરમાં જ કોરોન્ટાઇન રહેવા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.