Abtak Media Google News

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવાય રહ્યો છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોડ દ્વારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 214 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાજકોટ જિલ્લાના પડધરી નજીકની છે જ્યાં ગુજરાત ATS દ્વારા કાર્યવાહી કરીને ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કુલ રૂ. 214 કરોડની કિંમતનો 31 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. ATS દ્વારા હેરોઈનનો મોટો જથ્થો પકડી પાડવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજકોટમાં પડધરી નજીકથી રૂ. 214 કરોડની કિંમતનો 30.6 કિલો હેરોઇનનો જથ્થો પાકિસ્તાનથી અનવર નામના શખ્સે મોકલ્યાની પ્રાથમિક વિગત સામે આવી છે. દરિયા કિનારેથી જાફરીન નામના શખ્સે ડિલિવરી લીધી હતી. બબલુ નામનો શખ્સ હેરોઇનનો જથ્થો દિલ્લી ખાતે એકુનિફ મારસી નામના નાઇજીરિયન શખ્સને પહોંચાડવાનો જથ્થો હતો ત્યારે એટીએસએ ડુપ્લીકેટ સેમ્પલ તૈયાર કરી ઓપરેશન પાર પાડ્યું હતું.

ગુજરાત ATSએ દરોડા પાડીને નાઈજીરિયન શખ્સની ધરપકડ કર્યા બાદ રાજકોટની ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતે આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.