Abtak Media Google News

150 વરસથી બિરાજમાન એવા પંચનાથ મહાદેવને હજારો ભાવિકો દ્વારા પૂજન અર્ચન કરી અને જલા ભિષેક તેમજ પુષ્પ અને બિલ્વપત્ર અર્પણ કરી ધૂન ભજન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે.

વર્ષોથી શિવ શક્તિ માટે સર્વોત્તમ એવા શ્રાવણ માસની અમાસની સાંજે અદભુત શણગાર, મહાઆરતી અને દીપમાળા સાથે હજારો ભાવિકો શિવમય બની પૂજન દર્શનમા જોડાય છે.

શ્રાવણ મહિનાના અમાસની તિથિના વર્ણાંગી મહોત્સવ નો ઉદ્દેશ મહાદેવ ભગવાનની આરાધના અને શ્રાવણ માસની માહાત્મ્યની વિશેષ ઉજવણી કરવાનો છે.

આ દિવસે મંદિરમાં ભગવાનને પૂજા અને આરાધના કરી વિશેષ શૃંગાર અને મહાઆરતી તૈયાર કરવામાં આવે છે.

શ્રાવણ મહિનાના અમાસના વરણાગી યાત્રામાં સ્થાનિક સમાજના આનંદની અને ભગવાનની આરાધનાની મહત્વપૂર્ણ અને આનંદમય ઉજવણી કરી શિવ મહિમા દર્શાવવામાં આવે છે.

પંચનાથ મહાદેવના અમાસના વરણાગી  મહોત્સવમાં બોહળા પ્રમાણમાં ભક્તો પોતાના આનંદને પ્રગટ કરી ભગવાન શિવની ભક્તિ અને પૂજા કરી શિવ મહિમા પ્રગટ કરે છે અને એકત્ર થઈ આ મોહક દિવસની ઉજવણી કરે છે.

આ  સાથોસાથ  ભક્તિ, ધ્યાન અને આનંદનો સમન્વય થઇ ભગવાન શિવની આરાધના કરી શિવમય બને છે.

મહિનાઓથી ઉત્સુક એવા શિવભક્તોનો મહાસાગર શ્રાવણ મહિનાની અમાસની સાંજે  શ્રી પંચનાથ દાદા ની વરણાગી માં જોડાઈ ધન્યતા અનુભવે છે અને હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાય ના નાદ થી શિવ ભક્તો નો પુર ઉમટી પડે છે.

આ વર્ષે પણ 150 વર્ષ જૂના શ્રી પંચનાથ મહાદેવની વરણાગીયાત્રા પૂજા પાઠ સાથે તારીખ  આવતીકાલે સાંજે 5:00 કલાકે શ્રી પંચનાથ મંદિરથી નીકળી આલ્ફેડ હાઇસ્કુલ, જયુબેલી ચોક, પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ત્રિકોણબાગ, સૌરાષ્ટ્ર એમ્પોરિયમ, લીમડા ચોકથી અંતે શ્રી પંચનાથ મંદિર ખાતે પૂર્ણ થશે. જીવનમાં એક લાહવો કહી શકાય એવા શ્રી પંચનાથ દાદાની આ વરણાગીમાં છેલ્લા 150 વરસોથી સાંજે સેકડો ભાવિકો તેમજ શ્રી પંચનાથ મંદિરની પૂજામાં બેસતા તમામ ભૂદેવો પૂજા પાઠમાં જોડાય છે અને ત્યારબાદ શ્રી પંચનાથ દાદાની ભવ્યાતીભવ્ય વરણાગી અનેક ઘોડાઓ અને રથ(બગી) સાથે પ્રસ્થાન કરે છે.

શ્રી પંચનાથ દાદા ની વરણાગીયાત્રા માં ડી.જે. ના માહોલ સાથે શિવ ભાવિકોની ચિક્કાર મેદની ઉમટી પડે છે અને હર્ષોલાસ સાથે દાદાની શાનભેર પાલખીયાત્રાનું  પ્રયાણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.