Abtak Media Google News

રાજકોટ આવકવેરા વિભાગના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ

આગામી ૨૪ જુલાઈના રોજ ઈન્કમટેકસ ડેની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે પ્રધાન આયકર આયુકત-૩ બી.વી.ગોપીનો પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ ૧૮૬૦માં શરૂ થયું હતું. ત્યારે ૨૪મી જુલાઈએ આવકવેરા વિભાગનો ૧૫૯મો જન્મ દિવસ છે જે અન્વયે નિયમીત કર ભરનાર કરદાતાઓને સન્માનીત પણ કરવામાં આવશે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૬ જુલાઈ સુધી કરદાતાઓને મુંજવતા પ્રશ્નો માટે સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી છે. જેના કારણે તાત્કાલીક ધોરણે તેની સમસ્યાનું નિવારણ ઈ શકે.

આ તકે પ્રધાન આયકર આયુક્ત-૩ના બી.વી.ગોપીનો વિગતો આપતા જણાવ્યું હતું કે, ૨૩ જુલાઈના રોજ ટેકસેનનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારના ૬:૩૦ વાગ્યે રેસકોર્સ સર્કલ પર વોક કરવામાં આવશે. આ તકે તેઓએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.૨૪ના રોજ વિશેષ આયોજન ઈન્કમ ટેકસ-ડેને લઈ યોજવામાં આવ્યું છે. જેમાં ચિફ ગેસ્ટ તરીકે ચેતેશ્ર્વર પૂજારા તથા ગુજરાતના ચિફ કમિશનર ઓફ ઈન્કમટેકસ દેવઆશીષ રોય ચૌધરી વિશેષ ઉપસ્તિ રહી આવકવેરા વિભાગના અધિકારીઓ તા તેમના સંતાનોને સન્માનીત કરશે. સાથે સા જે નિયમીત સમય પર પોતાનો કર ભરનાર કરદાતાઓને પણ વિશેષ રૂપી સન્માનીત કરાશે.

159Th-Birthday-Of-The-Income-Tax-Department-On-24Th-May
159th-birthday-of-the-income-tax-department-on-24th-may

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગની કામગીરી માત્ર તેમના નિયમીત કાર્ય માટે નહીં પરંતુ સમાજના વિકાસ માટે પણ એટલી જ જવાબદારી છે. જેના કારણે ‘જોય ઓફ ગીવીંગ’ હેઠળ મ્યુનિસિપલ સ્કૂલમાં વિધ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા મેન્ટલી રીટાયર્ડ સંસઓમાં ખુરશીઓ, ઈમરજન્સી લાઈટ તથા કોમ્પ્યુટર આપવાનું નકકી કર્યું છે. આ તમામનો ખર્ચ આવકવેરા વિભાગના અધિકારીઓના હસ્તે કરવામાં આવી રહ્યો છે.

આંકડાકીય માહિતી મળતા તેઓએ જણાવ્યું હતું કે, કુલ ૧ લાખ રૂપિયાની રકમ અધિકારીઓ પાસેી મેળવાઈ છે જેનાથી સમાજના ઉતનના કાર્યો થઈ શકશે. આ તકે બી.વી.ગોપીનો માહિતી આપતા જણાવ્યું હતું કે, આવકવેરાને જાગૃતતા આવે તે માટે ધો.૧૦ થી ધો.૧૨ના વિધ્યાર્થીઓ માટે આગામી સમયમાં નિબંધ સ્પર્ધા, પેઈન્ટીંગ અને સ્લોગન રાઈટીંગની સ્પર્ધા યોજાશે.

આજના દિવસે આવકવેરા વિભાગ અને એચસીજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આવકવેરા વિભાગના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ફ્રિ મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ આવકવેરા વિભાગના અધિકારીઓ તા તેમના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટેની નેમ પણ લીધી હતી. આ તકે બી.વી. ગોપીનો અંતમાં જણાવતા કહ્યું હતું કે, આવકવેરા વિભાગ જે રીતે પ્રજાને સુખાકારી માટે હરહંમેશ પ્રયત્નશીલ રહેતુ હોય છે તે જોતા અધિકારીઓનું પણ સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.