Abtak Media Google News
  • 3,09,977 રોપાના વાવેતરનું સઘન આયોજન સાર્થક કરવા વનતંત્રમા થનગનાટ

રાજકોટ જિલ્લા વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી તુષાર પટેલે જણાવ્યું હતું કે, વન મહોત્સવ-2023 અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખાતાકીય નર્સરીઓ દ્વારા જિલ્લામાં 17.82 લાખ રોપાઓ જુદી-જુદી સાઇઝની પોલીથીન બેગમાં ઉછેરવામાં આવ્યા છે.  જેમાં વિંછીયા તાલુકામાં ‘શ્રી વિવેકાનંદ નર્સરી’માં 1.91 લાખ રોપા, પડધરી તાલુકામાં ‘નારણકા નર્સરી’માં 2.02 લાખ રોપા, ધોરાજી તાલુકામાં ‘ભોળા નર્સરી’ 1.61 લાખ રોપા, જેતપુર તાલુકામાં ‘પુનીત નર્સરી’માં 85 હજાર રોપા તથા મેવાસા નર્સરીમાં 55 હજાર રોપા, કોટડાસાંગાણી તાલુકામાં ‘આશાપુરા નર્સરી’માં 2.06 લાખ રોપા, ઉપલેટા તાલુકામાં મોજ ડેમ નર્સરીમાં 1.56 લાખ રોપા, જામકંડોરણા તાલુકામાં દુધીવદર નર્સરીમાં 1.10 લાખ રોપા, રાજકોટ ઉત્તરમાં રાંદરડા નર્સરીમાં 1.91 લાખ રોપા, મુંજકા નર્સરીમાં 1.70 લાખ  રોપા તથા કણકોટ નર્સરીમાં 42 હજાર રોપા, રાજકોટ દક્ષિણમાં વાવડી નર્સરીમાં 1.07 લાખ રોપા તથા દેવગામ નર્સરીમાં 1.07 લાખ રોપા સહીત રાજકોટ જિલ્લામાં કુલ 17.82 લાખ રોપાઓનો સમાવેશ થાય છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, 2023-24 દરમિયાન જુદાજુદા મોડેલ હેઠળ 316 હેક્ટરમાં 3,09,977 રોપાઓનું ખાતાકીય વાવેતર કરવામાં આવશે. જેમાં એન્વાયર્નમેન્ટ મોડેલ હેઠળ શિવપુર (નારણકા) અને જવાહર નવોદય વિદ્યાલય ખાતે કુલ 07 હેક્ટર વિસ્તારમાં 7777 રોપાઓનું વાવેતર, ગ્રામવન પિયત મોડેલ હેઠળ નાના સગાડીયા, ભાડેશ્વર મહાદેવ મંદિર, જીવાપર, ભલગામડા, છાડવાવદર કામઢવાળો વિસ્તાર, વાવડી, ચિખલીયા ખાતે 26 હેક્ટરમાં 41600 રોપાઓનું વાવેતર, ગ્રામવન બિનપિયત મોડેલ હેઠળ સરધાર દરગાહની બાજુમાં, થોરડી રોડ લોધિકા, રૂપાવટી, સતાપર, પારેવડા, કાગવડ, ભલગામડા કોબા વિસ્તાર, ગુંદાસરી, વડાળી ખાતે 31 હેક્ટરમાં 12400 રોપાઓનું વાવેતર, પટ્ટી વાવેતર મોડેલ હેઠળ અમરાપુર-વિંછીયા રોડ સાઈડ, જેતપુરથી જુનાગઢ નેશનલ હાઈવે તથા જેતપુરથી ઉપલેટા હાઇવે, ભાદરકાંઠાથી ધોરાજી, ભાદરકાંઠાથી સુપેડી, સાતુદડથી ચિત્રાવડ રોડ, ઉપલેટા – પોરબંદર નેશનલ હાઇવે ઉપર 19 હેક્ટરમાં 15200 રોપાઓનું વાવેતર તથા ફાર્મ ફોરેસ્ટ્રી મોડેલ હેઠળ 233 હેક્ટર વિસ્તારમાં 2,33,000 રોપાઓનું વાવેતર કરી રંગીલા રાજકોટ જિલ્લાને વધુ હરિયાળું બનાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.