Abtak Media Google News

પી.ડી.યુ. મેડિકલ કોલેજ સહિત રાજયની સાત કોલેજના તબીબો અમદાવાદમાં કોરોનાના દર્દીઓને સારવાર આપશે

રાજયમાં વાયરસ કોવિડ ૧૯ નો હાહાકાર મચી રહ્યો છે ત્યારે કોરોનાના એપિસેન્ટર બનેલા અમદાવાદ જીલ્લામાં કોરોના વાયરસ બેકાબુ બન્યો હોય તેમ છેલ્લા ૧૦ દિવસથી ર૦૦ થી વધુ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યા છે.

Advertisement

અમદાવાદમાં અત્યાર સુધી ૪૦૦૦ થી પણ વધુ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે તેની ઝપેટમાં કોરોનાના વોરિયર્સ પણ ઝપેટમાં આવી ગયા છે. ત્યારે અમદાવાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ૧૩ રેસીડેન્ટ ડોકટરો અમદાવાદ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે પહોચ્યા છે. આ સાથે રાજયની અન્ય સાત મેડીકલ કોલેજના તબીબો પણ અમદાવાદ ખાતે કોરોનાના યોઘ્ધા બન્યા છે.

કોરોના કોવિડ-૧૯ માં ગુજરાત રાજય ઝઝુમી રહ્યું છે ત્યારે એપિસેન્ટર અમદાવાદમાં કોરોનાના કારણે હાલત બેકાબુ બન્યા છે. કોરોના સામે લડતા અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, કોર્પોરેટરો અને ધારાસભ્યો પણ વાયરલની ઝપટે ચડયા છે. ત્યારે કોરોના દર્દીઓને સારવાર આપતા તબીબોને પણ કોરોનાના લક્ષણો આવી રહ્યા છે. ત્યારે દર્દીઓની સારવાર માટે અછત સર્જાઇ હતી.

રાજય સરકાર  દ્વારા આદેશ કર્યા બાદ રાજયની રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, ભાવનગર, વડોદરા, કચ્છ અને વલસાડમાંથી પણ મેડીકલ કોલેજના રેસીડેન્ટ ડોકટરો અમદાવાદ ખાતે કોરોનાના યોઘ્ધાઓ બન્યા છે.

રાજકોટમાં કોરોનાના અત્યાર સુધી ૬૨ પોઝિટીવ કેસ નોંધાયા છે. અને સામે રપ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘર વાપસી કરી છે ત્યારે પી.ડી.યુ. મેડીકલ કોલેજના તબીબોની શ્રેષ્ઠ કામગીરીને કારણે ૧૩ રેસીડેન્ટ, ડોકટરો અમદાવાદ ખાતે કોરોનાનાના યોઘ્ધાઓ બનવા પહોચી ગયા છે. આ તમામ તબીબો અમદાવાદમાં વધતા જતા કોરોના દર્દીઓની એક અઠવાડીયા સુધી સારવાર કરી પોતાની ફરજ બજાવશે તેવું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.