Abtak Media Google News

 હોસ્પિટલ ચોક પાસે લીફટની સુવિધા સો ચાર માળનું રેનબસેરા બનાવવા ‚રૂ.૨.૨૯ કરોડનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિરાધાર લોકો રાતવાસો કરી શકે તે માટે મહાપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ ચાર સ્ળોએ રેનબસેરા બનાવવામાં આવ્યા છે. એક સર્વે મુજબ રાજકોટમાં ૧૮૦૦ી વધુ લોકો નિરાધાર છે જેને સહારો આપવા માટે મહાપાલિકા દ્વારા હોસ્પિટલ ચોક પાસે બી.આર.આંબેડકર શાળા નં.૧૦માં ‚રૂ.૨.૨૯ કરોડના ખર્ચે લીફટની સુવિધા સોનું ચાર માળનું રેનબસેરા બનાવવામાં આવશે. આ માટે આજે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈએ જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ ૧૬ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અને ‚રૂ.૬.૧૭ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. શહેરના વોર્ડ નં.૩માં હોસ્પિટલ ચોક પાસે આવેલી ડો.બી.આર.આંબેડકર શાળા નં.૧૦માં નવું રેનબસેરા બનાવવા માટે ‚રૂ.૨.૨૯ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ રેનસબેરામાં ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત ચાર માળમાં ૮ હજાર ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે અને લીફટની સુવિધા પણ પૂરી પડાશે. એક અંદાજ મુજબ શહેરમાં૮ ૧૮૦૦ લોકો નિરાધાર છે જેઓ પાસે રહેવા માટે મકાન ની. મહાપાલિકા દ્વારા શહેરના ભોમેશ્ર્વરનગર, બેડી નાકા ટાપ પાસે, ખોડીયારનગર શેરી નં.૮ તા આજીડેમ ચોકડી પાસે એમ કુલ ૪ રેનબસેરા અગાઉ બનાવવામા આવ્યા છે. હોસ્પિટલ ચોક પાસે આ પાંચમું રેનબસેરા બનશે. જો કે આ માટે શાળાની બિલ્ડીંગમાં કોઈ ભાંગતોડ કરવામાં આવશે નહીં અને શાળા તા રેનબસેરામાં પ્રવેશદ્વાર પણ અલગ અલગ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.