Abtak Media Google News

માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે એક દિવસમાં રૂ.2.57 કરોડનો અજમો ઠલવાતા વેંચાણ ન થાય ત્યાં સુધી અજમાની આવક બંધ કરવામાં આવી છે. યાર્ડમાં 10864 મણ ચણાની આવક થઇ હતી. હરાજીમાં તલના ભાવ રૂ.1941 બોલાયા હતાં. માર્કેટ યાર્ડમાં ગઈકાલે જણસોની ધૂમ આવક યથાવત રહી હતી. ખાસ કરીને અજમાની 10,506 મણ આવક થતાં આ માલનું વેંચાણ ન થાય ત્યાં સુધી અજમાની આવક બંધ કરવામાં આવી છે.

Advertisement

બીજી બાજુ મગની 5058, ચોળીની 1078, ચણાની 10864, અરેંડાની 4515, તલની 10500, રાયડાની 2632, લસણની 1407, કપાસની 1452, જીરૂની 1734, અજમાની 10506, ઘાણાની 2454 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો મગના ભાવ રૂ.900થી 1260, અડદના રૂ.950-1365, તુવેરના રૂ.925-1135, ચોળીના રૂ.1000-1235, વાલના રૂ.800-1000, મેથીના રૂ.900-1270, ચણનના રૂ.900-977, મગફળીના રૂ.910-1169, એરંડાના રૂ.904-973, તલના રૂ.1300-1941, રાયડાના રૂ.960-1240, લસણના રૂ.500-1090, કપાસના રૂ.900-1485, જીરૂના રૂ.1750-2490, અજમાના રૂ.2100-2800, ધાણાના રૂ.950-1240 બોલાયા હતાં. ગઈકાલે યાર્ડમાં જુદી-જુદી જણસોની કુલ 56434 મણ આવક થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.