Abtak Media Google News
પરિણામથી અસંતુષ્ઠ ઉમેદવારો 28 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે: 10મી એપ્રિલના રોજ લેખિત કસોટી યોજાશે

અબતક, ગાંધીનગર

રાજ્યમાં હાલ ચાલી રહેલી કછઉની ભરતીમાં શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ યોજાશે. અહીં નોંધનીય છે કે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને જછઙઋ કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવામાં આવી હતી. લોકરક્ષક દળમાં બિન-હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 તેમજ હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

આઈપીએસ અધિકારી હસમુખ પટેલે ટ્વિટ કરતા જણાવ્યું કે લોકરક્ષકની શારીરિક કસોટીનું પરિણામ ભરતી બોર્ડની વેબસાઈટ વિિંાંત://હમિ લીષફફિિં 2021.શક્ષ પર મૂકવામાં આવેલ છે. તેમજ લોકરક્ષક ભરતીના પરિણામ બાબતે ઉમેદવાર કોઈપણ રજૂઆત કરવા માગતા હોય તો તારીખ 28 ફેબ્રુઆરી, 2022 સુધીમાં બોર્ડને મળી જાય તે રીતે લેખિત અરજી કરી શકશે. ઉમેદવારોએ પરિણામ બાબતે અરજી કરવા માટે બોર્ડની કચેરીએ આવવું નહીં અને ટપાલથી અરજી મોકલી આપવી. આ સિવાય લોકરક્ષકની શારીરિક કસોટીના પરિણામ બાબતે ઉમેદવાર પરિણામ બાબતે કોઈ પ્રશ્ન હોય તો કચેરી સમય દરમિયાન હેલ્પ લાઇન નંબર પર વાત કરી શકે છે. આ હેલ્પ લાઈન નંબરો (1) 9104654216 (2) 8401154217 (3) 7041454218 છે. આ સાથે જ હસમુખ પટેલે ટ્વિટ કરતા જણાવ્યું કે, ઉમેદવારે પરિણામ જોવા માટે ક્ધફર્મેશન નંબર નાખી સર્ચ બટન દબાવ્યા પછી થોડી વાર રાહ જોવી. સર્ચ થવામાં થોડો સમય લાગે છે. હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. લેખિત પરીક્ષા માટેની તારીખની જાહેરાત થઈ ચૂકી છે.

કછઉની દોડની પરીક્ષામાં પાસ ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ 10 એપ્રિલ, 2022ના રોજ યોજાશે. પરીક્ષાને લગતી વિગતવારની માહિતીઓ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર મળશે. ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ હમિ લીષફફિિં 2021.શક્ષ પરની સૂચનાઓ નિયમિત રીતે જોતા રહેવી. કછઉની આ શારીરિક કસોટીમાં પુરૂષ ઉમેદવારોને પાસ થવા માટે 5000 મીટરની દોડ 25 મિનિટમાં, મહિલા ઉમેદવારોને પાસ થવા માટે 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેક્ધડમાં અને એક્સ-આર્મી મેનને પાસ થવા માટે 2400 મીટરની દોડ 12 મિનિટ 30 સેક્ધડમાં પૂર્ણ કરવાની હતી. આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેમની 10મી એપ્રિલના રોજ લેખિત કસોટી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.