Abtak Media Google News

કાલી એમઆઈજી કેટેગરીના ૩-બીએચકેના આવાસ યોજનાના ફોર્મ વિતરણ કરાશે

મહાપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં બનાવવામાં આવનાર ૩૦૭૮ આવાસના ફોર્મનું વિતરણ ચાલી રહ્યું છે. એલઆઈજી કેટેગરીના અર્થાત ૨-બીએચકેના આવાસની મુદત આગામી ૭મી માર્ચ સુધી લંબાવવામાં આવી હોવાની જાહેરાત મેયર બીનાબેન આચાર્ય, સ્ટે.કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને હાઉસીંગ કમીટીના ચેરમેન જયાબેન ડાંગર દ્વારા કરવામાં આવી છે.

Advertisement

તેઓએ જણાવ્યું હતું કે, હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં એલઆઈજી પ્રકારના ૧૨૬૮ આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. જેની મુદત આજે પૂર્ણ થતી હતી. દરમિયાન ફોર્મ મેળવવાના અને પરત આપવાની મુદત આગામી ૭મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. ૨૦,૦૦૦ જેટલા ફોર્મ ઉપડ્યા છે જેની સામે ૩૮૦૦ ફોર્મ પરત આવ્યા છે. એક પણ લાર્ભાી વંચિત ન રહે તે માટે ફોર્મ મેળવવાની અને પરત આપવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું છે.

કાલાવાડ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી થી પાળ ગામ રોડ અને સેલેનીયમ હાઈટસ સામે કુલ ૧૨૬૮ એલઆઈજી પ્રકારના આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન આવતીકાલી ૩-બીએચકેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.