Abtak Media Google News

થર્ટી ફર્સ્ટની સમગ્ર ગુજરાતમાં ઉજવણી ન થઇ હોય તેવી અલગ અને શાનદાર ઉજવણી કરવા માટે ‘ટી વિલા કાફે’ સજ્જ: મેહુલભાઇ મકવાણા

 વિદેશી રસથાળ સાથેનું મેગા મેનુ રંગીલા રાજકોટવાસીઓને પિરસવામાં આવશે

રાજકોટના ક્રિમ પબ્લીક માટે ‘ટી વિલા કાફે’માં ૧૦૦થી વધુ વેરાયટીની ચા અને ૬૦થી વધુ સ્વાદ સાથેની કોફીની વિશાળ શ્રેણી

થર્ટી ફર્સ્ટની ઉજવણી અંતર્ગત બોલીવુડ સિંગર, હાઇવોલ્ટેજ ડીજે, ફોરેન કાર્નિવલ ડાન્સ ગૃપ, પર્સનલાઇઝડ્ એલઇડી ડાન્સ ફલોર, લેઝર શો અને પર્સનલાઇઝડ્ ડીનરની શાનદાર વ્યવસ્થા

શહેરની ભાગોળે આવેલા કાલાવડ રોડ પર ડ્રાઇવીંગ સિનેમાની બાજુમાં આવેલા ‘ટી વિલા કાફે’માં ૨૦૧૯ને બાય બાય અને ૨૦૨૦ને વેલકમ કરવા માટેના ૩૧ ફર્સ્ટ નાઇટની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવનાર છે. ટી વિલા કાફે ૨૦૧૯ના અંતિમ દિવસને યાદગાર બનાવવા માટે ‘કેશિનો ન્યુ યર્સ ઇવ’ની ઉજવણીમાં બોલીવુડના સિંગર હાઇવોલ્ટેજ ડીજે ચાર ચાંદ લગાવશે તેમ ટી વિલા કાફેના ઓનર મેહુલભાઇ મકવાણાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યુ હતું.

Vlcsnap 2019 12 28 11H21M37S99

રાજકોટમાં ઠેર ઠેર ૩૧ ડિસેમ્બરની ઉજવણી થાય છે. પરંતુ કાલાવડ રોડ પરના ટી વિલા કાફેમાં ૩૧ ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી રાજકોટની ક્રિમ પબ્લીક માટે જ થતી હોય તેવું સુંદર અને અદભૂત આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ ડિસેમ્બરની રાતને રંગીન બનાવવા ‘કેશિનો ન્યુ યર્સ ઇવ’ની ઉજવણીમાં બોલીવુડના સિંગરો હાઇવોલ્ટેજ ડીજેના તાલે રાજકોટવાસીઓને ડોલાવશે સાથો સાથ પાર્ટીમાં આવનારી ઉત્સવ પ્રિય જનતાને પર્સનાઇઝડ ડાન્સ ફલોરની સુવિધા પુરી પાડવામાં આવશે, જયારે બીજ તરફ વિદેશી ડાન્સ ગૃપ પણ લોકોને આકર્ષિત કરી દેશે.

1 26

આ વિશેષ અને હાઇ કલાસ વર્ગ માટે થનાર મેગા આયોજનમાં મેગા ફુડ મેનુ પણ રાખવામાં આવ્યું છે. જેમાં ઇટાલિયન ડીશની સાથે વેફલ્સ, ૧૫૦થી વધુ અવનવી ચા અને ૬૦થી વધુ સ્વાદીષ્ટ કોફી પીવડાવવામાં આવશે. પાર્ટીમાં ભાગ લેનાર તમામને અનલીમીટેડ ભોજન અને કોલ્ડ્રીંગ સાંજના સાડા પાંચથી પિરસવામાં આવનાર હોવાનું કાફેના માલિક મેહુલભાઇ મકવાણાએ જણાવ્યું છે તેમજ ક્રિમ વર્ગને શોભે તેવી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

4 11

૨૭ સપ્ટેમ્બરથી રાજકોટવાસીઓને કાફેની સાચી ઓળખ આપવા માટે શરૂ થયેલા ટી વિલા કાફેમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં પણ ભારે રસ સાથે પાસ માટે પડાપડી થઇ રહી છે. મુંબઇની ટી વિલા કંપનીની ફેન્ચાઇઝી હિલા ફુડ એન્ડ બેવરેજીસ પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર મેહુલભાઇ મકવાણાએ લીધી છે. તેઓએ રાજકોટની સ્વાદ શોખીન જનતાને ઇટાલી, ચાઇનિઝ, મેકસિકન સાથે ચા અને કોફીની વિશાળ શ્રેણી અને મુળ સ્વાદ સાથે પીરસવાની નેમ સાથે કાફે શરૂ કરાયું છે. આ ઉપરાંત ટી વિલા કાફેમાં બનતી તમામ વાનગીઓ કેંગ્ન અલ્કલાઇન વોટરમાંથી જ બનાવવામાં આવે છે. જે અન્ય કાફેની સરખામણીમાં ટી વિલા કંઇ અલગ અને એક્સકલ્યુઝીવ બની ગયું હોવાથી રાજકોટની જનતા તરફથી ટી વિલા કાફેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

5 13

ટી વિલા જેવુ નામ તેવું જ ઇન્ટીરિયર ડેકોરેશન અને શુસોભિત લાઇટીંગ સાથે ઉત્તમ બેઠક વ્યવસ્થા, બેન્કવેટ હોલ પણ બનાવવામાં આવ્યો છે. ટી વિલાના આગમન સાથે શહેરના કેટલાક રહીશો તથા જાણીતા ક્રિકેટરોના જન્મ દિવસની પાર્ટીની ઉજવણી કરવામાં માટેનું ટી વિલા કાફે ઉત્તમ સ્થળ બની ગયું છે. અન્ય કાફેની સરખામણીમાં ટી વિલા કાફે તદન અલગ અને નવીનતમ વિચાર અનુસરી પ્લાસ્ટીક મુક્ત બનાવવામાં આવ્યું હોવાથી રાજકોટ માટે ટી વિલા કાફે નવુ નજરાણું સાબીત થયું છે. ટી વિલા કાફેના કિંચન આંતર રાષ્ટ્રીય ફુડ સેફટીના ધારાધોરણ મુજબ બનાવવામાં આવ્યું છે અને ચોકસાઇની પુરેપુરી તકેદારી રાકવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.