સક્કરબાગ ઝૂમાંથી વધુ ૨ સિંહણ અને ૫ બચ્ચાંને પોરબંદર જીન પૂલમાં મોકલાયા

જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોના સંવર્ધન માટે બનાવાયેલા જીનપૂલમાં વધુ ૨ સિંહણ અને ૫ બચ્ચાંને મોકલવામાં આવ્યા છે. જ્યારે ૧ સિંહણને પોરબંદર થી જુનાગઢ સક્કરબાગમાં લાવવામાં આવી છે.  એશીયાટીક  સિંહ પ્રજાતિમાં વધારો થાય તેવા હેતુથી પોરબંદરના બરડા ડુંગરમાં એશીયાટીક સિંહોના સંવર્ધન માટે એક જીનપૂલ તરીકે ઓળખાત સંવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, આ જીન પુલમાં તાજેતરમાં વધુ ૨ સિંહણ અને ૫ સિંહ બચ્ચાંને જુનાગઢ સક્કરબાગમાંથી મોકલવામાં આવ્યા છે. જ્યારે બરડા જીનપૂલમાં ૧ સિંહ જેનું નામ એ-વન અને ઉમર ૫ વર્ષ છે, તથા ૩ બ્રિડીંગ કરતી માદા અને ૭ સિંહ બચ્ચાંનો ઉછેર થઇ રહ્યો છે. જ્યારે બચ્ચાનો ઉછેર કરી ન શકતી ૧ સિંહણને જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે મોકલી દેવાઇ છે. હાલ પોરબંદરના બરડા ડુંગરમાં આવેલા આ જીનપૂલમાં ૧ સિંહ કે  તે ઉપરાંત ૨ સિંહણ અને ૨ બચ્ચા રાખવામાં આવ્યા હતા, જેમાંની એક સિંહણ કે જે થોડા સમય પહેલા તેને આવેલા બચ્ચાનો ઉછેર કરી શકી ન હતી તેને અહીંથી જુનાગઢ સક્કરબાગ ખાતે મોકલી દેવામાં આવી છે.

Loading...