Abtak Media Google News

જો તમને  કહેવામાં આવે કે ૨૦૦ રુપિયાની વિંટી કરોડોમાં વેચાય એ તો શક્ય નથી પરંતુ આ સત્ય છે. લંડનની એક મહિલાએ હોસ્પિટલમાં વેચાતી સ્ટોરમાંથી એક વિંટી ખરીદી હતી. તેની ડિઝાઇન મહિલાને ગમતા તેણે ૨૦૦ રુપિયા આપ્યા હતા. ત્યાર બાદ કામમાં વ્યસ્ત થઇ ગઇ તેણે આ વિંટી લગાતાર ૩૭ વર્ષ પહેરી એક દિવસ અચાનક તેને વિચાર આવ્યો તેણે સોનીને બતાવ્યું ત્યારે તેને ખબર પડી કે આ વિંટીની કિંમત ૨,૫૦,૦૦૦ પાઉડથી લઇને ૩૫.૦.૦૦૦ પાઉન્ડની આસપાસ છે. જે ભારતીય મુદ્રામાં ૨ થી લઇને ૨.૯ કરોડનું મુલ્ય ધરાવે છે. વાસ્તવમાં તે ૨૬ કેરેટથી વધુ મુલ્યની વિંટી હતી.

Advertisement

એક્સપર્ટના કહેવા મુજબ હિરાની પરખ કરવી થોડી મુશ્કેલ હતી કારણ કે વિંટીમાં લાગેલા હિરાનું ઘડતર અલગ પ્રકારનું હતું. જે સામાન્ય હિરાથી વિપરીત હતું. આ ચર્ચા બાદ મહિલાને નિલામી કરનારી એક સંસ્થાએ સંપર્ક કર્યો મહિલા જેના માટે રાજી થઇ ગયા બાદ બોલી લગાડવામાં આવી તો તેની કિંમત ૫.૪ કરોડે પહોંચી ગઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.