Abtak Media Google News

જીએસટી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં ટ્રક ચાલકો બે દિવસીય હડતાલ પર

જીએસટીના કારણે કુદકે ને ભૂસકે વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે ટ્રક ચાલકો બે દિવસીય દેશવ્યાપી હડતાલ પર છે. હડતાલના પ્રથમ દિવસે જ રાજયને રૂ.૨ હજાર કરોડનું જંગી નુકશાન થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ઓછી હોવા છતાં સરકાર દેશમાં ડીઝલના ભાવ ઘટાડવાનું નામ લેતી નથી. ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં ૭૦ ટકા ખર્ચ ડિઝલ પાછળ થતો હોય. ડિઝલના ભાવમાં રૂ.૨૦ પ્રતિ લીટરે ઘટાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગઈકાલે હડતાલના પગલે ગુજરાતમાં ૫ હજાર ટ્રકના પૈડા થંભી ગયા હતા. ગુજરાતમાં ટ્રક પરિવહન સાથે સંકળાયેલા બિઝનેશનું રોજીંદુ ટર્નઓવર છ હજાર કરોડનું છે.

બે દિવસની અંદર ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝને પણ રૂ.૧૦ કરોડનું નુકશાન ગયું છે. જીએસટીમાં ન સમાવવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ખુબજ ઉંચા જણાઈ રહ્યાં છે. પરિણામે ઈંધણ સાથે સંકળાયેલા ઉદ્યોગો ભારે હાલાકી ભોગવે છે.

ગુજરાત ઉપરાંત મુંબઈ અને દિલ્હીમાં પણ ટ્રક હડતાલની ઘેરી અસરો પડી છે. ગઈકાલે દેશના કુલ ૯૩ લાખ ટ્રક હડતાલ પર હોવાનું જાણવા મળ્યું હતું. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા જાહેર કરેલી હડતાલને તમામ એસોશીએશને ટેકો આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.