Abtak Media Google News

ઇન્ટરનેટ યુજર્સને ફ્રી વોઇસ કોલ અને ડેટા પ્લાન ઉપલબ્ધ કરનારી કંપની રીલાયન્સ જીઓ એ હવે પોતાના પ્લાનમાં ફેરફાર કર્યો છે. કંપનીએ ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે ગયા 1 વર્ષમાં ઘણા નવા પ્લાન લોન્ચ કર્યા અને ઘણા પ્લાનમાં ફેરફાર કર્યા. ફેસ્ટિવલ સિઝનને લઈને કંપનીએ 31 ઓક્ટોમ્બર સુધી JIOFI ડિવાઇસ ઓફર બહાર પડી હતી ત્યાર બાદ જીઓ તરફથી તેમના ટેરિફ પ્લાનમાં થોડા બદલાવ કર્યા છે.

કંપનીએ આ નવા બદલાવ પોતાના 149 રૂપિયા વાળા પ્લાનમાં કર્યો છે.પોતાના નવા પ્લાનમાં 149 રૂપિયામાં 28 દિવસ માટે 2GB 4G ઇન્ટરનેટ,અનલિમિટેડ વોઇસ કોલિંગ,300 એસએમએસ અને જીઓ એપ્સ સબ્સક્રીપ્શન આપવામાં આવશે. આ પ્લાનમાં 2GB ડેટા પૂરા થયા બાદ પણ ઇન્ટરનેટ સર્વિસ ચાલુ રહેશે પરંતુ તેમની ઇન્ટરનેટની સ્પીડ 4Gથી ઘટીને 64 KBPS કરવામાં આવશે.

જ્યારે જીઓના જૂના ડેટા પ્લાનમાં ડેટા પૂરા થયા બાદ કોઈ પણ પ્રકારના ડેટા આપવામાં આવતા ન હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.