Abtak Media Google News

મુંબઇ ખાતે બોરીવલી (વેસ્ટ) આદીશ્વર જૈન દેરાસર ૨૦૭૪ ના આંગણે ભવ્યાથિ ભવ્ય મંગલ ચાતુર્માસ પ્રવેશ. તાર્કિક શિરોમણી શ્રમણીગણાનાયક પ.પૂ.આ.શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણા મંગલ ચાતુર્માસ પ્રવેશ છે. તા. ર૧/૦૭/ર૦૧૮ ને અષાઢ સુદ-૯ શનિવાર નાં રોજ સવારે ૭-૦૦ કલાકે સામૈયું ગોરાગાંધી એપાર્ટમેન્ટ બોરીવલી (વે.), સ્ટેશનની સામે થી શરૂ કરવામાં આવશે.

Whatsapp Image 2018 06 18 At 7.23.24 Pm ચાતુર્માસના પ્રવેશમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ અને લીંબડીથી જોડાશે. આ અંતર્ગત સુરિમંત્ર સમારાધક પ.પૂ.આ.શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની ૧૭ મી સ્વર્ગારોહણ તિથિ નિમિતે ભાદરવા વદ બારસ શનિવાર તા.૦૬/૧૦/ર૦૧૮ સમય સવારે ૯-૦૦ કલાકે આદીશ્વર જૈન દેરાસરમાં સુરિમંત્ર મહાપૂજન કરવામાં આવશે. પૂજય શ્રીના આજ્ઞાનુવર્તિ પ.પૂ.પ્ર.વ.શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા, પ.પૂ.સા.શ્રી દિવ્યયશાશ્રીજી મ.સા., પ.પૂ.સા.શ્રી નયરત્નાશ્રીજી મ.સા. આદિઠાણા બહેનોને આરાધના કરાવવા પધારશે. તાર્કિક શિરોમણી શ્રમણીગણાનાયક પ.પૂ.આ.શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મહારાજનાં શેષકાળમાં પૂજયશ્રીની નિશ્રામાં થયેલ શાસનપ્રભાવક અનુષ્ઠાનો ૩૦૦ આરાધકોનું ભવ્યાતિભવ્ય ઉપધાન સુરેન્દ્રનગર ૧ દીક્ષા, સુરત ૭ દીક્ષા, ગોરેગાંવ ૪ દીક્ષા, ડોંબીવલી ર દીક્ષા, ગોરેગાંવ ૧ દીક્ષા, પરેલ લાલબાગ ર દીક્ષા તેમજ રપ૦ આસપાસ શ્રમણશ્રમણી ભગવંતો માટે મુંબઇમાં સૌ પ્રથમ વાર જિતેન્દ્ર રોડ, મલાડ મુકામે સંયમલક્ષી વાચનાનું ભવ્યાતિભવ્ય આયોજન કરેલ હતું.

તાર્કિક શિરોમણી શ્રમણીગણાનાયક પ.પૂ.આ.શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણાના આશ્રિતવર્ગના વિવિધસંઘોમાં ચાતુર્માસ પ્રવચન પ્રભાવક પ.પૂ.આ.શ્રી વિજય અજિતશેખરસૂરીશ્વરજી મ.સા. આદિઠાણા – વિજયવાડા, પ.પૂ.પં.  અરિજિતશેખર વિજય મ.સા. આદિઠાણા – ઇર્લા મુંબઇ, પ.પૂ. મુનિરાજ જગતશેખર વિજય મ.સા. આદિઠાણા – ઘાટકોપર નવરોજી લેન, પ.પૂ. મુનિરાજશ્રી ચિતશેખર વિજય મ.સા. આદિઠાણા -પાર્લા (ઇસ્ટ), પ.પૂ. મુનિરાજશ્રી ઓંકારશેખર વિજય મ.સા. આદિઠાણા- હૈદ્રાબાદ, પ.પૂ. મુનિરાજ  જયભાનુશેખર વિજય મ.સા. આદિઠાણા-ગોરેગામ-શ્રીનગર, પ.પૂ. મુનિરાજ કૃપાશેખર વિજય મ.સા. આદિઠાણા-મલાડ (દેના બેંક) છે. ચાતુર્માસ માટે સંપર્ક અશોકભાઇ – ૯૮૬૯૦ ૭પ૦૦૦, અમિતભાઇ – ૯૮૧૯૬ ૮૧૧૮૮ કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.