Abtak Media Google News

પ્રથમ વેબિનારમાં મોટી સંખ્યામાં વિઘાર્થી-વાલીઓ જોડાયા

ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઇ દ્વારા ભારતભરના મોઢ વણિક જ્ઞાતિના વિઘાર્થી તથા વાલી માટે આઇ.પી.એસ. નિવૃત ઓફીસર વ્રજ પટેલને આઇ.એ.એસ. આઇ.પી.એસ. જેવી ઉજજવળ ડિગ્રી પ્રાપ્ત કરવા વિનામૂલ્યે ઘર બેઠા મોબાઇલ પર વેબીનારનું આયોજન તા. ર૦ જુન શનિવારે બપોરે ૩.૪૫ થી ૫.૩૦ વચ્ચે કરાયું છે. આ વેબીનારમાં જોઇન્ટ થવા મો. નઁ. ૯૦૨૨૦ ૩૮૫૬૨ હિતેશભાઇ દોશીને વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. રજીસ્ટ્રેશન થયા બાદ મોબાઇલમાં લીક આવશે. એ લીંક પર જોઇન્ટ થઇ મોબાઇલમાં લાઇવ સાંભળીને વાતથી માહિતગાર થઇ શકશો.  કોઇ સ્પેશીયલ મુંઝવતા પ્રશ્ર્નો હોય તો એડવાન્સમાં જણાવવું તેનું પણ સ્પષ્ટીકરણ વકતવ્યમાં આવરી લેવામાં આવશે.

Advertisement

ગત ૭મી જુને આવા જ એક વેબીનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં વિઘાર્થી વાલીગણે ભાગ લીધેલ એક વેબીનારમાં પ૦૦ વ્યકિત ભાગ લઇ શકે એટલે કે વ્યકિતને રસ હોય તો ઉપરોકત નંબર પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી લેવા યાદીમાં જણાવાયું છે.

આ વેબીનારને સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ અરુણકુમાર મુછાળા, ટ્રસ્ટી અરવિંદભાઇ મહેતા, વિનોદભાઇ અંબાણી, એજયુકેશન કમીટી ચેરમેન હર્ષવર્ધનભાઇ પરીખ, મંત્રી મુકેશભાઇ પારેખ, કોમ્બીવલીના નવીનભાઇ  ગાંધી વિગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.