Abtak Media Google News

૧ નેશનલ હાઈવે સહિત ૩૧ સ્ટેટ હાઈવે પણ બંધ

રાજ્યમાં અવિરત મેઘમહેરથી નેશનલ હાઈવેથી લઈ સ્થાનિક રાજમાર્ગો સુધી કુલ ૩૧૪ રસ્તાઓ બંધ થયા છે. જેમાં વાત કરીએ તો મહેસાણાનો નેશનલ હાઈવે તેમજ જુદા જુદા ૩૧ જેટલા સ્ટેટ હાઈવે પર બંધ થયા છે. જેને લઈને વાહન-વ્યવહાર ખોરવાયો છે. સ્ટેટ હાઈવેની વાત કરીએ તો જૂનાગઢના ૪, મહેસાણા અને પોરબંદરના ૨, બનાસકાંઠા, કચ્છ, મહિસાગર, સુરત, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને ગીર-સોમનાથના મળી ૧-૧ સ્ટેટ હાઈવે બંધ થયા છે. આ ઉપરાંત સ્થાનિક રાજમાર્ગોમાં ખેડા, આણંદ, પાટણ, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદરના રસ્તાઓ ભારે વરસાદથી તૂટી પડ્યા છે. તેમજ પંચાયતના ૨૮૨ જેટલા રસ્તાઓ તૂટયા છે જેમાં સુરતના ૪૨, નવસારીના ૩૮, અરવલ્લીના ૨૯, મોરબીના ૧૭, નર્મદાના ૧૩, વડોદરાના ૯, સાબરકાંઠાના ૧૬, આણંદમાં ૨, તાપીના ૨૧, રાજકોટના ૩, ભાવનગર અને ગીર સોમનાથનો ૧-૧, પોરબંદરના ૪, દાહોદના ૫, ડાંગના ૩, પાટણના ૨, કચ્છના ૨, અમદાવાદના ૫, દેવભૂમિ દ્વારકાનો ૧, સુરેન્દ્રનગરના ૧૩ પંચાયતના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારમાં લોકોને હાલાકી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.