Abtak Media Google News

રાજકોટનાં ભાદર-૧, ભાદર-૨, ન્યારી-૨ તેમજ મોરબીનાં મચ્છુ-૧, મચ્છુ-૨, મચ્છુ-૩ સહિતનાં ડેમો છલકાયા

મોટાભાગનાં ડેમોમાં પાણીની પુષ્કળ આવક અવિરત ચાલુ રહેતા દરવાજા ખોલાયા: નીચાણવાળા ગામો ઉપર તંત્રનું મોનીટરીંગ

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજા અનરાધાર વરસ્યા છે. હજુ પણ અનેક સ્થળોએ મેઘરાજાની તોફાની ઈનીંગ ચાલી રહી છે જેના કારણે ગઈકાલથી જ સૌરાષ્ટ્રમાં ડેમો ઓવરફલો થવાનો સીલસીલો ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં ૬૪ જેટલા ડેમો મેઘરાજાએ ઓવરફલો કરી દીધા છે. ઉપરાંત મોટાભાગના ડેમોમાં દરવાજાઓ ખોલવામાં આવ્યા છે જેથી નીચવાસનાં ગામોને એલર્ટ કરી તંત્ર દ્વારા તેમની ઉપર સતત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રભરમાં ગઈકાલથી આકાશી સુનામી જોવા મળી રહી છે જેના કારણે સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં જળાશયો છલકાઈ ગયા છે. રાજકોટનાં ૨૧ જળાશયો છલકાયા છે જેમાં ભાદર, મોજ, ફોફળ, વેણુ-૨, આજી-૧, આજી-૨, આજી-૩, સોડવદર, સુરવો, ગોંડલી, વાછપરી, વેરી, ન્યારી-૧, ન્યારી-૨, મોતીસર, ફાડદંગબેટ, ખોરાપીપળ, લાલપરી, છાપરવાડી-૧, છાપરવાડી-૨ અને ભાદર-૨ ડેમનો સમાવેશ થાય છે જયારે ડોંડી ૬૫.૭૯ ટકા, ઈશ્ર્વરીયા ૯૧.૬૭ ટકા, કરમાર ૯૧.૩૪ ટકા અને કરણુકી ૩૮.૨૨ ટકા ભરાયો છે. જયારે મોરબી જિલ્લામાં ૭ ડેમ ઓવરફલો થયા છે જેમાં મચ્છુ-૧, મચ્છુ-૨, ડેમી-૧, ડેમી-૨, ઘોડાધ્રોઈ, બંગાવડી અને ડેમી-૩નો સમાવેશ થાય છે. જયારે બ્રાહ્મણી ૬૨.૯૨ ટકા, બ્રાહ્મણી-૨ ડેમ ૫૮.૫૯ ટકા અને મચ્છુ-૩ ૭૯.૧૦ ટકા ભરાયો છે. જામનગર જિલ્લામાં ૧૭ ડેમો ઓવરફલો થયા છે જેમાં રસોઈ, પન્ના, ફુલઝર-૧, સપડા, ફુલઝર-૨, વિજરખી, ડાઈમીણસર, ફોફળ-૨, ઉંડ-૧, કંકાવટી, વાડીસંગ, ફુલઝર, રૂપાવટી, રૂપારેલ અને રસોઈ-૨ ડેમનો સમાવેશ થાય છે. જયારે આજી-૪ ૭૧.૭૯ ટકા, રંગમતી ૮૯.૩૩ ટકા, ઉમિયાસાગર ડેમ ૭૦.૭૪ ટકા ભરાયો છે. દેેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૧ ડેમ ઓવરફલો થયા છે જેમાં ઘી, વર્તુ-૧, વર્તુ-૨, ગઢકી, સોનમતી, શેઢા ભાડથલી, વેરાડી-૧, સીંધણી, કાબરકા, વેરાડી-૨, મીણસાર ડેમનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૪ ડેમ ઓવરફલો થયા છે. જેમાં ભોગાવો-૨, ફલકુ, વાંસલ, ત્રિવેણીઠાંગા ડેમનો સમાવેશ થાય છે જેમાં ભોગાવો-૧ (વઢવાણ) ૭૫.૮૭ ટકા, ભોગાવો-૧ (લીંબડી) ૪૧.૭૮ ટકા, મોરસલ ૧૧.૫૧ ટકા, સબુરી ૧૫.૬૦ ટકા, લીંબડી ભોગાવો-૨ ૨૫.૭૨ ટકા, નીંભણી ૪૬.૦૪ ટકા અને ધારી ૮૩.૪૫ ટકા ભરાયો છે. આ ઉપરાંત પોરબંદરનો સોરઠી ડેમ અને અમરેલીનો સાકરોળી ડેમ પણ ઓવરફલો થયો છે.

ભાદર-૧

Screenshot 20200824 094552 01

 

સૌરાષ્ટ્ર પર સતત વરસતો વરસાદ ખેતી માટે જોખમરૂપ

રાજયમાં છેલ્લાબે દિવસથી બારે મેધ ખાંગા થયા છે. તમામ તાલુકામાં સાર્વગિક વરસાદ થયો છે. સતત અનરાધાર વરસાદ થયો છે. સતત અનરાધાર વરસી રહેલા વરસાદથી ડેમ, નદી-નાળા, જળાશયો છલકી ગયા છે. તો નાની-મોટી નદીઓ પણ બે કાંઠે વરસી રહી છે ત્યારે બે દિવસથી જળબંબાકારની પરિસ્થિતીએ જગતના તાત ઉપર કુદરત પણ રૂઠયો હોય તેમ ખેતરોમાં ગોઠણડૂબ વરસાદના પાણી ભરાયાં છે.

ખેતરો જાણે નદી બની ગઇ હોય તેવી અનેક ગામોમાં પરિસ્થિતી સર્જાવા પામી છે. ખેડૂતોનો ચાલુ સાલ તમામ પાક નિષ્ફળ જવાની પુરેપુરી શકયતા છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં હોંશે હોંશે ચોમાસુ પાકની વાવણી કરી છે. મોંધા ભાવના બિયારણ, જંતુનાશક દવાનો છંટકાવ કર્યો છે. પરંતુ હાલની જળબંબાકારની પરિસ્થિતી જોતા ખેતરદ જાણે તળાવમાં ફેરવાયા છે.

લીલા દુષ્કાળથી ખેતરોમાં ઉભો પાક. નષ્ટ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલો વરસાદ ખેતી માટે જોખમરૂપ સાબિત થઇ રહ્યો છે. અને ખેડૂતોનુ વર્ષ નિષ્ફળ જવાની સંભાવનાઓ દેખાઇ રહી છે.

વેણુ-2

Img 20200824 Wa0017

મચ્છુ-૨ ડેમ જોખમી સપાટીએ: ૧૪ દરવાજા ૮ ફુટ સુધી ખોલાયા

Img 20200824 Wa0007

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમ જોખમી સપાટીએ પહોંચ્યો છે. ગત રાત્રે આ ડેમનાં પ્રથમ ૪ દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ થોડી ક્ષણોમાં દરવાજાની સંખ્યા વધારીને ૧૦ કરી દેવામાં આવી હતી ત્યારપછી આજરોજ સવારે ડેમનાં ૧૪ દરવાજા તે પણ ૮ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. આ ડેમ હાલ જોખમી સપાટીએ હોય મોરબી અને માળીયા તાલુકાનાં ૩૨ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હજુ પણ વરસાદ શરૂ રહેશે તો ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેશે અને નીચવાસના ગામોને ભારે અસર પહોંચશે.

દ્રોણેશવાર ડેમ 

Img 20200823 Wa0137

ભાદર-૨ ડેમનાં ૧૨ દરવાજા ૫ ફુટ ખોલાયા

રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકામાં ભુખી ગામ પાસે આવેલો ભાદર-૨ ડેમ ઓવરફલો થયો છે. ડેમમાં ૮૩,૩૪૯ કયુસેક જેટલી પાણીની પુષ્કર આવક થઈ રહી છે જેને પગલે ડેમનાં ૧૨ દરવાજા ૫ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમનાં દરવાજા ખોલાતા નીચવાસના ગામોને એલર્ટ કરી દેવાયા છે.

જામનગરના ઉંડ-૧ ડેમનાં ૧૦ દરવાજા ૩ ફુટ ખોલાયા

જામનગરને પીવાનું પાણી પુરુ પાડતા ઉંડ-૧ ડેમ સંપૂર્ણ રીતે છલકાઈ ગયો છે છતાં ડેમમાં પાણીની આવક અવિરત ચાલુ રહેતા ડેમનાં ૧૦ દરવાજા  ૩ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે જેથી નીચવાસમાં આવતા માનસર, હમાપર, રોઝીયા, ખંભાળીયા સહિતનાં ગામોને એલર્ટ કરી નદીનાં પટમાં અવર-જવર ન કરવાની તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

મચ્છુ-૧

Img 20200824 083000

ઓજત અને શેત્રુંજી નદી ગાંડીતુર

જુનાગઢનો ઓજત ડેમ છલોછલ થયો હતો. આ ડેમ ૧.૪૦ મીટરથી ઓવરફલો થતા ઓજત નદી ગાંડીતુર બની હતી આ સાથે પાલિતાણા પંથકમાં ખોડિયાર ડેમનાં ૨ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ન્યારી-૨ ડેમનાં ૭ દરવાજા ખોલાયા: વાગુદડીયા નદીમાં ઘોડાપુર

Img 20200818 Wa0053

રાજકોટનો ન્યારી-૨ ડેમ ઓવરફલો થતા ૭ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના કારણે નીચવાસનાં વિસ્તારોમાં પાણી ધસમસતા પ્રવાહમાં વહ્યું છે. કાલાવડ રોડ પર વિરડા વાજડી ગામ પાસે આવેલી વાગુદડીયા નદીમાં ઘોડાપુર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.