Abtak Media Google News

સામાજીક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની ટેસ્ટ લેવામાં આવશે

અબતક, અમદાવાદ

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની જુદી જુદી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની દર મહિને એકમ કસોટી લેવામાં આવે છે. આગામી તા.25 અને 26મી ઓકટોબરના રોજ ધો.6 થી 8માં સામાજીક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની કસોટી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થી સ્કૂલે આવતા હોય તેમની ટેસ્ટ લેવામાં આવશે પરંતુ જે વિદ્યાર્થી ન આવતા હોય તેમની ટેસ્ટ ઘરેથી જ લેવામાં આવે તે પ્રકારની અલાયદી વ્યવસ્થા કરવા શિક્ષણ વિભાગની સ્કૂલોને સુચના આપવામાં આવી છે.

કોરોના મહામારીને કારણે હજુ સુધી સ્કૂલોમાં ફરજિયાત ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું નથી. આ સ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓ ઘરેથી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે. શિક્ષણ વિભાગ દ્વારા દર મહિને એકમ કસોટી લેવાની જાહેરાત કરવામાં આવે છે. અલગ અલગ ધોરણ અને વિષય પ્રમાણે એકમ કસોટીની જાહેરાત કરવામાં આવે છે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.25 અને 26મી ઓકટોબરના રોજ ધો.6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી લેવાની જાહેરાત કરવામાં આવી છે. ધો.6 થી 8ના સામાજીક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની જ ટેસ્ટ લેવામાં આવશે. વિદ્યાર્થીઓ સ્કૂલે આવે ત્યારે આ ટેસ્ટ લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવતા જ ન હોય તેમની ટેસ્ટ ઘરેથી લેવામાં આવે તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે.

ધો.3 થી 8ના વિદ્યાર્થીઓની દરેક વિષયની બે વખત કસોટી લેવાની હોય છે. જો કે, કોરોના મહામારીના કારણે ઓનલાઈન એજયુકેશન ચાલુ હોવાથી દરેક વિષયની એક જ વખત કસોટી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં ધો.3 થી 5માં પર્યાવરણ અને ગુજરાતી અને ધો.6 થી 8માં ગુજરાતી, ગણીત અને હિન્દી વિષયની કસોટી યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.