Abtak Media Google News
સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% જ્યારે પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ
રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ 94.80 ટકા પરિણામ જ્યારે દાહોદના મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું 19.17 ટકા પરિણામ
વિદ્યાર્થીઓનું 59.92 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું 71.66 ટકા પરિણામ: છોકરા કરતા છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું

અબતક, રાજકોટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ-10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે. ધોરણ-10 બોર્ડનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 1007 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ અને 121 શાળાઓનું ઝીરો ટકા પરિણામ આવ્યું છે. રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર કરાયું છે. રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. રૂવાબારી મુવાડા કેન્દ્રનું 19.17 ટકા પરિણામ આવ્યું છે.

12,090 વિદ્યાર્થીઓએ A1, 52,992 વિદ્યાર્થીઓએ A2, 93602 વિદ્યાર્થીઓએ E1,જ્યારે 1.30 લાખ વિદ્યાર્થીઓ E2ગ્રેડ મેળવ્યો

આ પરીક્ષામાં કુલ 7,81,702 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,40,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 1,33.520 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 30.75 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17,944 પરીક્ષાર્થીઓ પૈકી 15,007 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 2,557 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 17.04 ટકા આવ્યું છે.

ધોરણ-10 બોર્ડનું 65.18 ટકા પરિણામમાં ગુજરાતી માધ્યમમાં 63.13 ટકા, હિન્દી માધ્યમમાં 63.96 ટકા અને અંગ્રેજી માધ્યમમાં 81.50 ટકા પરિણામ આવ્યું છે. આ સિવાય અમદાવાદ જિલ્લાનું 63.98% પરિણામ, ગાંધીનગર જિલ્લાનું 65.83% પરિણામ, જૂનાગઢ જિલ્લાનું 66.25% પરિણામ, વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ અને જામનગર જિલ્લાનું 69.68% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ચાલુ વર્ષે ધોરણ 10ના પરિણામમાં 12,090 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 52,992 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 1,37,657 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ મેળવ્યો છે.

Dsc 3952

નોંધનીય છે કે, આજે ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે માર્કશીટની કોપી માટે વિદ્યાર્થીઓએ ઇંતેજાર કરવાનો રહેશે. શાળા કક્ષાએથી ટુંક સમયમાં માર્કશીટની કોપી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. રાજ્યભરમાંથી અંદાજે 9.6 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

2020માં ધો.10નું 60.64 પરિણામ આવ્યું હતું

કોરોના કાળની શરૂઆતમાં જ્યારે લોક ડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યાર બાદ લોક ડાઉનના 75 દિવસ બાદ 9મી જૂન, 2020ના રોજ ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 2020માં ધો.10નું 60.64 ટકા પરિણામ જાહેર થયું હતું. જે 2019 કરતા પાંચ ટકા ઓછું હતું. 2019માં ધો.10નું 66.97 ટકા પરિણામ આવ્યું હતું. 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે તો 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ હતું. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.

100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 294

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ચાલુ વર્ષે રાજ્યભરમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 294 છે. 2020માં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 291 જેટલી હતી. જેમાં આ વર્ષે ત્રણ સ્કૂલનો વધારો નોંધાયો છે.

121 શાળાઓનું શૂન્ય પરિણામ

ચાલુ વર્ષે લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ ખૂબ જ સારૂં આવ્યું છે. 2020માં 60 ટકા જેટલું પરિણામ આવ્યું હતું. જ્યારે આ વર્ષે 65.18 ટકા પરિણામ આવ્યું છે. જો કે, બીજી બાજુ રાજ્યની 121 શાળાઓ એવી છે કે જેનું પરિણામ શૂન્ય આવ્યું છે. તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય.

30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1007

રાજ્યભરમાં આજે ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 12 હજારથી વધુ વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 52 હજારથી વધુ વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો છે. ચાલુ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 294 છે. જ્યારે રાજ્યભરમાં 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1000ને પાર પહોંચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.